કિતૅન નીચે લખ્યું છે👇 વૃજ મને સાંભળે રે રાધે મંડળ🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Prabhawati Bhuva
0:00 / 0:00
કિતૅન નીચે લખ્યું છે👇 વૃજ મને સાંભળે રે રાધે મંડળ🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
14 просмотров · 21 час назад
Prabhawati Bhuva
285 подписчиков
14 просмотров · 21 час назад
🌹🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏🌹
વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
વૃજ મારા રૂદિયા નો રણકાર ્્વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
માતા દેવકી એ જન્મ આપ્યો રે
ખોળે ખેલો જશોદા માત ને રે
માતા એ ખૂબ લડાવ્યા લાડ વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
ભોજન કરૂ ને માતા મને સાંભળે રે
માખણ મિસરી ની યાદ બહુ આવતી રે
કોળીયો કંઠે અટકી જાય વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
સવાર પડે ને નંદ બાબા સાંભળે રે
ખભે બેસાડી વૃજ મા ફેરવે રે
ગાયુ ચરાવવા લઇ ને જાય વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
આંખડી વીચુ ને રાધા મને સાંભળે રે
રડતો ચહેરો યાદ બહુ આવતો રે
રાત મારી વેરણ બની જાય વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
ગોપીયુ અને મારી ગાવડી રે
યાદ આવે દિવસ અને રાતડી રે
નેણલે હાલી આંસુડા ની ધાર વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
રડતી રાધા ની યાદ બહુ મને આવતી રે
ભટકે મધુવન મા જઈ બાવરી રે
ગોતે એના શ્યામ ને કુંજે કુંજ વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
રૂક્ષ્મણી વારી વારી પૂછે વાતળી રે
નાથ કેમ ભીંજાણી તમારી આંખડી રે
નાથ તમે કેમ થયા ઉદાસ વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
સાંભળો રૂક્ષ્મણી કહું એક વાતળી રે
દૃારકા ભલે સોનાની એક નગરી રે
ગોકુળ મારા અંતર થી અળગુ નો થાય વૃજ મને ઘડીયે ઘડીયે સાંભળે રે
અમારા વિડિઓ કિતૅન ગમે તો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો🙏સવેૅ ભાવિ ભકતો ને રાધે મંડળ ના રાધે રાધે 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺