Перейти к содержимому

યુરિક એસિડ વધવાના કારણો અને તેનો સાચો ઈલાજ I યુરિક એસિડને કંટ્રોલ કરવાની સરળ રીત: લક્ષણો અને સારવાર

Gastro Guru

0:00 / 0:00

યુરિક એસિડ વધવાના કારણો અને તેનો સાચો ઈલાજ I યુરિક એસિડને કંટ્રોલ કરવાની સરળ રીત: લક્ષણો અને સારવાર

441 просмотр · 6 дн. назад
Gastro Guru
35,8 тыс. подписчиков
441 просмотр · 6 дн. назад
નમસ્તે, હું છું ડૉ. નિસર્ગ પટેલ અને GastroGuru માં તમારું સ્વાગત છે. આજકાલ ઘણા લોકોને પગની એડીમાં કે સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય છે, અને જ્યારે રિપોર્ટ કરાવીએ ત્યારે ખબર પડે છે કે 'યુરિક એસિડ' વધી ગયું છે. લોકો ઘણીવાર દુખાવાની ગોળીઓ ખાઈને ચલાવી લે છે, પણ આનો કાયમી ઉકેલ શું છે? આજના વીડિયોમાં આપણે યુરિક એસિડ વિશે બધી જ સાચી અને સચોટ માહિતી મેળવીશું. આ વીડિયોમાં આપણે નીચેની બાબતો વિશે સરળ ભાષામાં સમજીશું: યુરિક એસિડ ખરેખર શું છે અને તે શરીરમાં શા માટે વધે છે? તેના શરૂઆતના લક્ષણો કયા છે (જેમ કે સાંધામાં સોજો કે અંગૂઠામાં દુખાવો)? યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે ખોરાકમાં શું ખાવું અને શું ટાળવું? ગાઉટ (Gout) થતો કેવી રીતે અટકાવવો અને તેની સાચી મેડિકલ સારવાર શું છે? સાંધાના દુખાવામાં સાચું નિદાન (Diagnosis) થવું સૌથી મહત્વપૂર્ણ છે. માત્ર દુખાવાની દવા લેવાથી બીમારી મટતી નથી. જો બ્લડ ટેસ્ટ દ્વારા સાચા સમયે યુરિક એસિડના લેવલની ખબર પડી જાય, તો યોગ્ય દવાઓ અને ડાયેટથી આપણે ભવિષ્યમાં થતા સાંધાના નુકસાનને કાયમ માટે અટકાવી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો આ વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરો. આરોગ્યને લગતી આવી જ સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 00:00 - 01:34: પ્રસ્તાવના - યુરિક એસિડ વધવાથી લોકો ડરી જાય છે, પરંતુ માત્ર યુરિક એસિડ વધારે હોવાથી સાંધા ઘસાઈ જશે કે કિડની ખરાબ થશે તેવું હોતું નથી, અને બધાને દવાની જરૂર પડતી નથી. 01:35 - 03:47: યુરિક એસિડ શું છે? - યુરિક એસિડ એ શરીરનો કચરો છે જે માંસપેશીઓ અને કોષોના બનવા અને તૂટવાની પ્રક્રિયામાંથી લોહીમાં ભળે છે. તેનું સામાન્ય પ્રમાણ 3.5 થી 6 mg/dL હોય છે. 03:48 - 04:06: ફાયદાકારક વસ્તુ 1: સાબુત અનાજ (Whole Grain Cereals) - ઘઉં, બાજરી, રાગી, જુવાર અને બ્રાઉન રાઇસ ખાવા જોઈએ કારણ કે તેમાં ફાઈબર વધુ હોય છે. 04:07 - 04:29: ફાયદાકારક વસ્તુ 2: લો-ફેટ ડેરી પ્રોડક્ટ્સ (Low Fat Dairy Products) - ચરબી વધવાથી યુરિક એસિડ વધે છે, તેથી મલાઈ વગરનું દૂધ, દહીં અને પનીર ખાવું જોઈએ. 04:30 - 05:19: ફાયદાકારક વસ્તુ 3: લીલા શાકભાજી (Green Vegetables) - કોબીજ, ફ્લાવર, પાલક અને મેથીમાં પ્યુરિન હોય છે, પણ તે પ્લાન્ટ-બેઝ્ડ હોવાથી યુરિક એસિડ વધારતું નથી. બધા જ લીલા શાકભાજી છૂટથી ખાઈ શકાય છે. 05:20 - 06:27: ફાયદાકારક વસ્તુ 4: ફળો (Fruits) - ખાટા ફળો (જેમ કે સંતરા, મોસંબી, આમળા) ખાવાથી સાંધા પકડાઈ જાય તે માન્યતા ખોટી છે; વિટામિન C યુરિક એસિડમાં ફાયદાકારક એન્ટીઓક્સીડેન્ટ છે. વધુ પડતા ગળ્યા ફળો (જેમ કે કેરી, કેળા) મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ. 06:28 - 06:40: શું ટાળવું જોઈએ? - પેકેટમાં આવતી વસ્તુઓ, સૂકો નાસ્તો, નમકીન, ખાખરા અને વેફર્સ ખાવાનું ટાળવું જોઈએ. 06:41 - 07:29: ફાયદાકારક વસ્તુ 5: પાણી (Water) - યુરિક એસિડને કિડની દ્વારા બહાર કાઢવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. વજન પ્રમાણે (દા.ત. 60 કિલો હોય તો 3 લિટર, 80 કિલો હોય તો 4 લિટર) પાણી પીવું જોઈએ. 07:51 - 08:30: ફાયદાકારક વસ્તુ 6: નટ્સ / ડ્રાયફ્રૂટ્સ (Nuts) - કાજુ, બદામ અને પિસ્તા ખાવાથી યુરિક એસિડ વધે છે તે માન્યતા ખોટી છે; પ્રોટીન માટે રોજ 4 થી 5 નંગ નટ્સ ખાવા જોઈએ. 08:31 - 09:14: ફાયદાકારક વસ્તુ 7: કઠોળ (Pulses) - કઠોળ ન ખાવાની માન્યતા પણ ખોટી છે. ચણા, રાજમા, મગ, અડદ વગેરેની દાળ (દોઢ વાટકી સુધી) ખાઈ શકાય છે કારણ કે તે પ્લાન્ટ-બેઝ્ડ પ્યુરિન છે. 09:37 - 11:11: યુરિક એસિડ વધવાના 3 મુખ્ય લક્ષણો - ગાઉટ (સાંધામાં સોજો), પગના અંગૂઠામાં અચાનક તીવ્ર દુખાવો થવો, અને કિડનીમાં યુરિક એસિડની પથરી થવી. જો આ લક્ષણો દેખાય તો જ ડોક્ટરની સલાહ મુજબ દવાની જરૂર પડે છે. #uricacid #gout #jointpain #healthtipsgujarati #uricacidtreatment #healthylifestyle #jointhealth #doctor #goutrelief #healthawareness #arthritis    • ATPL – Amba Township Private Limited I #at...