Перейти к содержимому

વહેલી સવાર નો રે કનૈયો મને બોલાવે એના ધામ / લખાણ આપેલ છે / નિધિ જોષી

નિધિ જોષી ભજન

0:00 / 0:00

વહેલી સવાર નો રે કનૈયો મને બોલાવે એના ધામ / લખાણ આપેલ છે / નિધિ જોષી

24 просмотра · 8 ч назад
નિધિ જોષી ભજન
41 подписчик
24 просмотра · 8 ч назад
Singer : NIDHI JOSHI Lyrics Made By : Darshan JOSHI Editing & Mixing : Darshan JOSHI કનૈયા ભજન કીર્તન : વહેલી સવાર નો રે કનૈયો મને બોલાવે એના ધામ વહેલી પરોઢિયે રે માવલડી મનમાં ઊઠે ઉમંગ જોરદાર પહેલા પગરવે રે માવલડી, મેં તો જોયું શામળિયાનું ધામ, દ્વારિકા નગરી રે, ગોમતી કાંઠે ગુંજે હરિનું નામ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર બીજા પગરવે રે માવલડી, મેં તો જોયુ ગોકુળ ધામ, ગોકુળની ગલીએ રે, યશોદા બોલાવે લાડકવાયો ઘનશ્યામ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર ત્રીજા પગરવે રે માવલડી, મેં તો જોયુ વૃંદાવન ધામ, વૃંદાવન વનમાં રે, રાધા સંગે મોરલી વગાડે ઘનશ્યામ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર ચોથા પગરવે રે માવલડી, મેં તો જોયુ કનૈયાનો ધામ, માખણની મટકી રે, ચોરી ચોરી ખાય મારો નટવર શ્યામ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર પાંચમા પગરવે રે માવલડી, મેં તો જોયુ કનૈયાનો ધામ, યમુનાના કાંઠે રે, ગોપી સંગ રમે મારો વાલો ઘનશ્યામ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર છઠ્ઠા પગરવે રે માવલડી, મેં તો જોયુ ડાકોર ધામ, ડાકોરમાં બેઠા રે, રણછોડરાય બની રાખે ભક્તોની લાજ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર સાતમા પગરવે રે માવલડી, મને મળ્યો મારો ભગવાન, ચરણે માથું મૂકીને રે, ધન્ય થયું મારું જીવન અને પ્રાણ. વહેલી પરોઢિયે રે માવલડી, મારા મનમાં ઊઠે ઉમંગ જોરદાર #નિધિજોષીભજન , #ગુજરાતીભજન , #ભજન