(લખેલુ છે)...તોરણીયા બંધાવો રે પુરુષોત્તમ આવ્યા દિવડા પુરુષોત્તમ આવ્યા#ગુજરાતીપુરુષોત્તમભજન
Radhe Radhe panvel mandal
0:00 / 0:00
(લખેલુ છે)...તોરણીયા બંધાવો રે પુરુષોત્તમ આવ્યા દિવડા પુરુષોત્તમ આવ્યા#ગુજરાતીપુરુષોત્તમભજન
642 просмотра · 4 месяца назад
Radhe Radhe panvel mandal
6,77 тыс. подписчиков
642 просмотра · 4 месяца назад
તોરણીયા બંધાવો રે પુરુષોત્તમ આવ્યા
મોતીડે વધાવો રે પુરુષોત્તમ...
ચોખલિયે વધાવો રે પુરુષોત્તમ આવ્યા
સાથીયા પુરાવો રે પુરુષોત્તમ આવ્યા
પુરુષોત્તમ આવી ને મારી ફુલવાડીમાં ઉભા જો
કેમ કરી ને મળવા જાઉં પુરુષોત્તમ આવે
કેમ કરી ને જોવા જાઉં પુરુષોત્તમ આવ્યા
માથે લીધો ટોપલો ને મલપતિ હાલુ જો
માલણ બનીને જોવા જાવ રે પુરુષોત્તમ આવ્યા
પુરુષોત્તમ મારા સીમાડે ઉભાજો
કેમ કરી ને મળવા જાઉં રે પુરુષોત્તમ આવ્યા
કેમ કરી ને જોવા જાઉં રે પુરુષોત્તમ આવ્યા
માથે લીધા ગોરસ ને મલપતિ હાલુ જો
ગોવાલણ બનીને જોવા જાવ રે પુરુષોત્તમ આવ્યા
પુરુષોત્તમ આવી ને મારા કુવા કાંઠે ઉભાજો
કેમ કરી ને મળવા જાઉં પુરુષોત્તમ આવ્યા
કેમ કરી ને જોવા જાઉં પુરુષોત્તમ આવ્યા
માથે લીધા બેડલાં ને લાંબી કાઢી લાજું જો
શકુબાઈ બની ને જોવા જાવ પુરુષોત્તમ આવ્યા
પુરુષોત્તમ આવી ને મારા ગાયના ગોંદરે ઉભો જો
કેમ કરી ને મળવા જાઉં પુરુષોત્તમ આવ્યા
કેમ કરી ને જોવા જાઉં પુરુષોત્તમ આવ્યા
હાથમાં લીધી લાકડી ને ખંભે નાખી કામળી
ગોવાળિયો બનીને જોવા જાવ રે પુરુષોત્તમ આવે
પુરુષોત્તમ આવીને મારા આંગણિયામાં ઉભો જો
કેમ કરી ને મળવા જાઉં પુરુષોત્તમ આવ્યા
કેમ કરી ને જોવા જાઉં પુરુષોત્તમ આવયા
હાથમાં લીધા માખણ ને મલપતિ હાલુ જો
જશોદા બનીને જોવા જાવ રે પુરુષોત્તમ આવ્યા
કેમ કરી ને જોવા જાઉં શામળિયો આવે
કેમ કરી ને મળવા જાઉં પુરુષોત્તમ આવ્યા
તોરણીયા બંધાવો રે પુરુષોત્તમ આવે
મોતીડે વધાવો રે પુરુષોત્તમ આવ્યા
ચોખલિયે વધાવો રે પુરુષોત્તમ આવ્યા