Перейти к содержимому

Gujarat માં દુષ્કાળ અંગે મોટી જાહેરાત, મુખ્યમંત્રી Bhupendra Patelએ શું કહ્યું? જુઓ વિગતો

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat માં દુષ્કાળ અંગે મોટી જાહેરાત, મુખ્યમંત્રી Bhupendra Patelએ શું કહ્યું? જુઓ વિગતો

7 031 просмотр · 5 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
7 031 просмотр · 5 ч назад
#Gujarat #Farmer ગુજરાતમાં ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે. આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે આ જાહેરાત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા હતા. સરકારે શું સહાયની જાહેરાત કરી? મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા ઉદારતમ નિર્ણય કર્યો છે." ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે. ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati