Перейти к содержимому

સાખી ૩૬ - હા હા માનોં કહત હોં, કરિ ગિરિધર સોં નેહ I બહુરિ ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

સાખી ૩૬ - હા હા માનોં કહત હોં, કરિ ગિરિધર સોં નેહ I બહુરિ ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ

1 просмотр · 15 ч назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
704 подписчика
1 просмотр · 15 ч назад
શ્રીવલ્લભ સાખી: સાખી ||૩૬|| હા હા માનોં કહત હોં, કરિ ગિરિધર સોં નેહ I બહુરિ ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ ||૩૬|| ભાવાર્થ - શ્રીહરિરાયજી આ સાખીમાં એવા દૈવી જીવોને પોકાર કરીને કહે છે કે જેમને હજુ પણ નીત્યલીલાનું સ્વરૂપ જ્ઞાન તો ભલે ન થયુ હોય પણ હજુ શ્રીનાથજીમાં પ્રીતી પણ નથી જાગી તેવા દૈવી જીવોને અનુલક્ષી ને શ્રીહરિરાયજી કહે છે કે તમને ( બ્રહ્મસંબંધ થઈ ગયા પછી ) હજી પણ શ્રીનાથજીમાં નેહ (પ્રીતી) નથી જાગી ? છેલ્લે આપ કહે છે કે "બહુરિ ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ " એટલે કે ભલે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં તમે બ્રહ્મસંબંધ લઈ લીધુ છે એટલે દૈવી જીવની લૌકિક ગતી તો સંભવજ નથી , પરંતુ ઉત્તમ માનુષ દેહ (શરીર) માં જે આનંદ શ્રીનાથજીના દર્શન, શ્રીનાથજીના ચરિત્રનુ પાન કરતા , શ્રીઆચાર્યજી ના ૮૪ સેવકો, તથા શ્રીગુસાંઇજીનાં રપર સેવકોના ચરીત્રનું પાન કરતા પ્રાપ્ત થાય છે તે તો ગોલોકમાં પણ સંભવ નથી તે તો ભુતલ (પૃથ્વી) પર જ શક્ય છે. તેથી જ કોઈ ભક્તે ગાયું છે કે " ભુતલ ભક્તી પદારથ મોટુ, અમરાપુર માં નાહી રે, નિત્ય સેવા, નીત્ય કીર્તન ઓચ્છવ , નીરખવા નંદકુમાર રે, ભુતલ ભક્તી પદારથ મોટુ, માટે જ સુરદાસજીને જ્યારે શ્રીઠાકોરજીએ નીત્ય લીલામાં આવવાની આજ્ઞા કરી દીધી ત્યારે સુરદાસજીએ પ્રસન્ન થવાને બદલે શ્રીઠાકોરજીને એવી વિનંતી કરી કે પ્રભુ મારો તો સવાલાખ પદ રચવાનો સંકલ્પ હતો જેમા હજી પચીસહજાર પદ તો બાકી છે ! તેથી બીજા પચીસ હજાર પદ રચાઈ જશે ( એ પદ રચતા તે લીલાનો આનંદ લઈ લઈશ ) પછી હું લીલામાં આવીશ,વળી પેલી શ્રીગુસાંઇજીની સેવકીની ડોકરીને શરીર છોડાવવા વાળો કાળ આવ્યો ત્યારે ડોકરી કેવા આનંદમાં હતી અને તે કાળને પાછો કેમ મોકલતી? તે વાત સહુ વૈષ્ણવો જાણે જ છે. તથા ભાગવતજી માં મહાત્મ્ય માં છઠ્ઠા અધ્યાયમાં ૮૩ માં શ્લોક માં સ્વયં શુકદેવજી એ કહ્યુ છે કે આ શ્રીકૃષ્ણ ની કથાનો રસ સ્વર્ગ લોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં, કે વૈકુંઠ લોકમાં પણ મળી શકતો નથી તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ તમે આ રસનું ખુબ પાન કરો, એને કદી પણ ન છોડો. સ્વયં શ્રીહરિરાયજી મહાપ્રભુએ શ્રીવલ્લભ પ્રભુ,શ્રીગુસાંઇજીપ્રભુ તથા બ્રહ્મસંબંધ દાતા ગુરુ શ્રીગોકુલનાથજી ની ઈચ્છા, પ્રેરણા તથા આર્શીવાદ થી ભુતલ પર ૧૨૫ વર્ષ બીરાજી શ્રમ લઈ જે સાહિત્ય રસ પ્રગટ કર્યો છે તે ભુતળ પર પાન કરવા યોગ્ય છે.તેથીજ શ્રીહરિરાયજીએ આ સાખીમાં કહ્યુ કે " હા હા માનોં કહત હોં, કરિ ગિરિધર સોં નેહ I બહુરિ ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ"