અમેરિકામાં ગ્રોસરી હજુ કેટલી મોંઘી થવાની છે?
I am Gujarat
0:00 / 0:00
અમેરિકામાં ગ્રોસરી હજુ કેટલી મોંઘી થવાની છે?
5 169 просмотров · 4 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
5 169 просмотров · 4 дн. назад
અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે લોકોનું ગ્રોસરી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુનો ખર્ચો જાણે ડબલ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. ગ્રોસરીની કિંમતમાં થયેલા વધારાથી પબ્લિક ત્રસ્ત છે તેવામાં હવે દેશમાં સર્જાયેલી ડીઝલ ક્રાઈસિસને કારણે તેની કિંમતમાં હજુય ભડકો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈરાન વૉર શરૂ થયું છે ત્યારથી અત્યારસુધીમાં અમેરિકામાં ડીઝલની કિંમતમાં 70 ટકા જેટલો વધારો થઈ ચૂક્યો છે, દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ આ જ સ્થિતિ છે. ડીઝલનો ઉપયોગ ટ્રક જેવા હેવી વ્હીકલ્સમાં થાય છે અને તેના દ્વારા જ ગ્રોસરી સહિતની ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે. સ્વાભાવિક છે કે ડીઝલની કિંમતમાં જો આટલો જંગી વધારો થાય તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ જાય અને તેના કારણે ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો જોવા મળે અને હાલ યુએસમાં કંઈક આવું જ થઈ રહ્યું છે.