Перейти к содержимому

ટ્રમ્પને મિડટર્મ ઈલેક્શનમાં કયો મુદ્દો સૌથી વધુ નડશે?

I am Gujarat

0:00 / 0:00

ટ્રમ્પને મિડટર્મ ઈલેક્શનમાં કયો મુદ્દો સૌથી વધુ નડશે?

5 741 просмотр · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
5 741 просмотр · 1 день назад
બીજીવાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ ટ્રમ્પની સૌથી અઘરી પરીક્ષા શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. પોતાના સત્તા પર આવતા જ અમેરિકાનો સુવર્ણ કાળ શરૂ થયો છે તેવી વાતો કરનારા ટ્રમ્પ અત્યારે એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે જો હાલ પ્રેસિડેન્શિયલ ઈલેક્શન થાય તો પબ્લિક તેમને ફરી વોટ આપે કે નહીં તે અંગે ટ્રમ્પ ખુદ દાવા સાથે કંઈ કહી શકે તેમ નથી.. આમ તો ટ્રમ્પને હવે ત્રીજી ટર્મ માટે ચૂંટણી નથી લડવાની, પરંતુ નવેમ્બરમાં થનારા મિડટર્મ ઈલેક્શનમાં વોટર્સ તેમની સાથે છે કે નહીં તે નક્કી થઈ જવાનું છે. ઈલેક્શન વખતે જ ટ્રમ્પ માટે ‘પડે ત્યારે સઘળું પડે’ જેવો ઘાટ સર્જાયો છે, તેમનું અપ્રુવલ રેટિંગ સાવ તળિયે પહોંચ્યું છે અને રેડ સ્ટેટ્સમાં પણ તેમના પક્ષ માટે કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે. પબ્લિકનો મૂડ જોતા રિપબ્લિકન પાર્ટીના અમુક ઉમેદવારોએ ટ્રમ્પની પોલિસી સામે અવાજ ઉઠાવવાનું અને બની શકે તો તેમનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું છે તેવામાં ટ્રમ્પને ઈલેક્શનમાં જે મુદ્દો સૌથી વધારે નડવાની આશંકા છે તે આમ તો તેમણે પોતે જ અને જાણી જોઈને ઉભો કરેલો છે જેનું પરિણામ આખુંય અમેરિકા ભોગવી રહ્યું છે.