ઊલિયાં લઈને અમેરિકા પહોંચી તો ગયા પણ…!
I am Gujarat
0:00 / 0:00
ઊલિયાં લઈને અમેરિકા પહોંચી તો ગયા પણ…!
49 273 просмотра · 4 нед. назад
I am Gujarat
170 тыс. подписчиков
49 273 просмотра · 4 нед. назад
તમે ઊલિયાં લઈને અમેરિકા જાઓ તો પણ એરપોર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે.. આ વાત સાંભળવામાં કોઈ મજાક સમાન લાગશે, પણ ગુજરાતના એક યુવકને અમેરિકાના એરપોર્ટ પર તેના લગેજમાંથી નીકળેલા ઊલિયા એવા નડી ગયા કે આ ભાઈનું નાવડું છેક કિનારે પહોંચીને ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ. યુએસથી લોકોને કેવા-કેવા કારણોસર એરપોર્ટથી પાછા મોકલવામાં આવે છે તેના વિશે IamGujarat પર કેટલાક વિડીયો પબ્લિશ થયા બાદ આવો એક વધુ કિસ્સો અમારી સાથે શેર કરવામાં આવ્યો છે જેમાં જીભ સાફ કરવાના ઊલિયાં ડિપોર્ટેશનનું કારણ બન્યા, એટલું જ નહીં.. પાસપોર્ટ પર એન્ટ્રી બેનનો સિક્કો ના વાગ્યો હોવા છતાંય આ ઊલિયાં લઈ જનારા પર આડકતરી રીતે લાઈફ ટાઈમ બેન પણ આવી ગયો.