Перейти к содержимому

ગ્રીન કાર્ડ લેવા ગયેલા ગુજરાતી મહિલાનું ડિપોર્ટેશન આવી ગયું

I am Gujarat

0:00 / 0:00

ગ્રીન કાર્ડ લેવા ગયેલા ગુજરાતી મહિલાનું ડિપોર્ટેશન આવી ગયું

53 909 просмотров · 3 недели назад
I am Gujarat
170 тыс. подписчиков
53 909 просмотров · 3 недели назад
પતિ અને ત્રણ બાળકો અમેરિકન સિટીઝન હોય તો સ્વાભાવિક છે કે કોઈપણ મહિલાને ગ્રીન કાર્ડ મળી જ જાય, પરંતુ ગુજરાતના સ્નેહા પટેલ એટલા નસીબદાર નહોતા કારણકે તેમને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવાનું એટલું બધું ભારે પડી ગયું કે તેમને પરમેનન્ટ સ્ટેટસ તો ના જ મળ્યું પરંતુ તેના બદલામાં ડિપોર્ટેશન ઓર્ડર ચોક્કસ આવી ગયો. આજથી 26 વર્ષ પહેલા લીગલી અમેરિકા ગયેલા સ્નેહાબેન ગજબની કરામતથી પોતાના સપનાનાં દેશ સુધી પહોંચી શક્યા હતા. તેમના પતિ પહેલાથી જ અમેરિકામાં રહેતા હતા અને તે પણ પાછા લીગલ સ્ટેટસ પર. જોકે, તે વખતે તેમની પાસે ગ્રીન કાર્ડ નહોતું અને સ્નેહાબેન પણ ગણતરીના મહિનામાં જ અમેરિકામાં ઈલીગલ ઈમિગ્રન્ટ બની ગયા હતા. અમેરિકામાં જ સેટલ થઈ ગયેલાં આ ગુજરાતી મહિલાને ઈન્ડિયા પાછા આવવાનું જ નહોતું, પરંતુ તેમને આગળ જતાં પહેલા ગ્રીન કાર્ડ અને પછી અમેરિકાનો પાસપોર્ટ લેવાની ઈચ્છા ચોક્કસ હતી. સમય જતાં સ્નેહાબેનના પતિનો ગ્રીન કાર્ડનો મેળ પડી જતાં તેમણે પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ ત્યારથી જ અમેરિકામાં તેમનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. સ્નેહા પટેલનો આ કેસ અમેરિકામાં પૈસા વેરીને પોતાના બધાય કામ થઈ જશે તેવું સમજતાં ઈન્ડિયન્સ માટે એક સબક સમાન છે અને આ રસપ્રદ કેસની દરેક વિગતો આપણે જોઈશું