ગણપતિ વિદાય (લખેલું છે ).વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો
Om Shiv Bhakti Channel
0:00 / 0:00
ગણપતિ વિદાય (લખેલું છે ).વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો
195 просмотров · 2 дня назад
Om Shiv Bhakti Channel
4,96 тыс. подписчиков
195 просмотров · 2 дня назад
ગણપતિ વિદાય (લખેલું છે ).વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો
..... જય શ્રી કૃષ્ણ...
વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ,
ભક્તોને લાગે ઘણું દુઃખ રે... વસમી વિદાય દાદા લઈ રહ્યા.
વિસર્જન વેળા આજે થઈ રહી રે લોલ,
દાદા પધારે છે નિજ ધામ રે... વસમી વિદાય.
દસ દસ દિવસના પરોણા થયા રે લોલ,
સેવાનો લીધો ઘણો લાવ રે... વસમી વિદાય.
દાદાને લાડ બહુ લડાવિયા રે લોલ,
સવાર સાંજ આરતી ને થાળ રે... વસમી વિદાય.
ઘર અમારું હવે સૂનું લાગશે રે લોલ,
સેવાનો મળશે નહીં લાભ રે... વસમી વિદાય.
આંગણિયામાં મૂર્તિ વિસર્જન કરશું રે લોલ,
રાખશું તમને હૃદય કમળ માંય રે... વસમી વિદાય.
શુભ કાર્યમાં તમને તેડાવશું રે લોલ,
નિર્વિઘ્ને કરવા અમારાં કામ રે... વસમી વિદાય.
શુભ કાર્યમાં તમને તેડાવશું રે લોલ,
નિર્વિઘ્ને કરવા અમારાં કામ રે... વસમી વિદાય.
નામ તમારું પળ ઘડી ના ભૂલીએ રે લોલ,
એવો દેજો ભક્તિ કેરો ભાવ રે... વસમી વિદાય.
ભક્તોને મનવાંચ્છિત ફળ આપજો રે લોલ,
એવા દેતા જાઓ આશીર્વાદ રે... વસમી વિદાય.
ભક્તોને વ્હાલા તમારો આશરો રે લોલ,
મંગલમૂર્તિ સદા મંગલ કરજો રે... વસમી વિદાય.
આવતા વર્ષે તમે વહેલા પધારજો રે લોલ,
સેવાનો વહેલો દેજો લાવ રે... વસમી વિદાય દાદા લઈ રહ્યા.
#વશ્મિ વિદાય દાદા લઈ રહ્યા રે લોલ#ઓમ શિવ ભક્તિ ચેનલ#રાધાકૃષ્ણ ભજન#શિવ ભજન#ગણપતિ ભજન#ગણપતિ વિદાય ગીત#શ્રાદ્ધ ના ભજન#નવરાત્રી ગરબા#કાઠીયાવાડી નવા નવા ભજન#મીરાબાઈ ના ભજન