હળહળ તો કળિયુગ આવ્યો || Halhal To kalyug aavyo || #bhaktiahir #bhajan #song #kaliyug #satsang
Bhakti Ahir
0:00 / 0:00
હળહળ તો કળિયુગ આવ્યો || Halhal To kalyug aavyo || #bhaktiahir #bhajan #song #kaliyug #satsang
131 429 просмотров · 2 г. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
131 429 просмотров · 2 г. назад
હળહળ તો કળિયુગ આવ્યો || Halhal To kalyug aavyo || #bhaktiahir #bhajan #song #kaliyug #satsang
INSTAGRAM :
https://instagram.com/bhaktiahir0603?...
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન :-
નો જોવાનું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો
સપને નહોતું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો
વ્યવહારો તો ઓછા થયા
સબંધો તો તૂટી ગયા
મન થઈ ગયા થોડા રે હળહળ તો કળિયુગ આવ્યો
વડીલોના માન ગયા
માનને સન્માન ગયા
ઘરડા ઘર થયા રે હળહળ તો કળિયુગ આવ્યો
લાકડાને છાણાં ગયા
ચુલાના એંધાણ ગયા
ગેસની રસોઈયો રે હળહળ તો કળિયુગ આવ્યો
ગાયોને બળદિયા ગયા
બોઘરડાના દૂધ ગયા
કોથળી એ દૂધ આવ્યા રે હળહળ તો કળિયુગ આવ્યો
કેરોસીન ના દિવા ગયા
ફાનસના તો એંધાણ ગયા
દોરડે દિવા કર્યા રે હળહળ તો કળિયુગ આવ્યો
સીધા સાદા પ્રસંગ ગયા
દેશી ઘીના ખાણા ગયા
હોટલની રસોઈયો રે હળહળ તો કળિયુગઆવ્યો
સારથીયા તો ઉભા રહ્યા
પંગતીયાના એંધાણ ગયા
ચાલતા ચાલતા ખાણા રે હળહળ તો કળિયુગ આવ્યો
પાનેતરના માન ગયા
ચુંદડી ને મોડીયા ગયા
ભાડાના લુગડે લગન રે હળહળ તો કળિયુગ આવ્યો
કપડા આછા ટૂંકા થયા
વાળ તો વળી સ્ટ્રેટ કરાવ્યા
એ મર્યાદા મેલી રે હળહળ તો કળિયુગ આવ્યો
હજી સમય છે સમજી લેજો
વિચારીને ચેતી જાજો
પાછળથી પસ્તાશો રે હળહળ તો કળિયુગ આવ્યો
મારે ને તમારે ઘરે
જગમાં હાહાકાર થયો
જોયું એવું કીધું રે હળહળ તો કળિયુગ આવ્યો
Thanks for Watching