માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં || Mala Fare Hathma Man Fare Sansarma || #bhajan #bhaktiahir
Bhakti Ahir
0:00 / 0:00
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં || Mala Fare Hathma Man Fare Sansarma || #bhajan #bhaktiahir
453 547 просмотров · 2 г. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
453 547 просмотров · 2 г. назад
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં || Mala Fare Hathma Man Fare Sansarma || #bhajan #bhaktiahir #kirtan #adhyatmikpad
ગાયિકા :- ભક્તિ આહીર
_________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...
ભજન :-
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
ગંગા નાહ્યા,જમુના નાહ્યા, નાહ્યા નિર્મળ નિરમા
મનના મેલ તો રહી ગયા, એમાં ગંગા મૈયા શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
આડા અવળા તિલક કરે, ભક્તિ નો દેખાવ કરે
ભગવો પહેરી ભીખ માંગે, એમાં સુખડ ચંદન શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
પૈસા લઈને મંદિર ચાલ્યા, દર્શન કરી પાછા વળ્યાં
મારી તારી બહુ કરે, એમાં ભગવાન બેઠો શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
સગા ને તો આઘા કર્યા, પડોશી ને ઓરા કર્યા
ભાઈઓ ની ભેળાં બેઠા નહિ, એમાં માં ને બાપ શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
સાધુ જમાડે સંત જમાડે, મોટી મોટી નાત જમાડે
ભાણેજરું ને ભૂખ્યા કાઢે, એમાં બેન બનેવી શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
શિવજી ને ચડાવે લોટા, વાતુના તો વાળે ગોટા
અભિમાન માં બહુ ફરે, એમાં શંકર બેઠો શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં
ચાર ધામની જાત્રા કરે, ગિરનારનો ડુંગર ચડે
માયા મમતા છૂટે નહિ, એમાં દીકરા ને વહુ શું કરે
ઘરની મમતા છૂટે નહિ, એમાં દીકરા ને વહુ શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે,એનું મન ફરે સંસારમાં
Thanks for Watching