Перейти к содержимому

WiFi અને IEEE 802.11: BSS, ESS, CSMA/CA અને WiFi 4 થી WiFi 7 | DI05011011 Unit-5 L1

મિલવ

0:00 / 0:00

WiFi અને IEEE 802.11: BSS, ESS, CSMA/CA અને WiFi 4 થી WiFi 7 | DI05011011 Unit-5 L1

1 просмотр · 11 дней назад
મિલવ
13 подписчиков
1 просмотр · 11 дней назад
આ લેક્ચરથી આપણે Mobile Communication (DI05011011) ના Unit 5 ની શરૂઆત કરીએ છીએ - જેમાં આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એવી Practical Wireless Technologies આવે છે. આજે WiFi અને IEEE 802.11 સંપૂર્ણ કવર કરીએ છીએ. શરૂઆતમાં WiFi (Wireless Fidelity) શું છે - કોઈ એક ટેકનોલોજી નહીં પણ વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજીનું આખું ફેમિલી - અને એ Local Area Networking તથા Internet Access માટે કઈ રીતે વપરાય છે (વાયરલેસ પ્રિન્ટર, ફાઈલ ટ્રાન્સફર, IoT ડિવાઈસ). સાથે WiFi vs Mobile Network નો ફરક: WiFi સ્ટેબલ અને ઝડપી પણ Short Range, જ્યારે 4G/5G બધે પહોંચે પણ સ્પીડની ગેરંટી નહીં. ત્યારબાદ ISM Band નું રિવિઝન - 2.4 GHz, 5 GHz અને હવે 6 GHz - અને એ લાયસન્સ વગર કેમ વાપરી શકાય. RTO ના 25 km/h સુધીના લાયસન્સ-મુક્ત વાહન અને 250 ગ્રામથી નીચેના ડ્રોનના ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે જ્યાં જોખમ ઓછું હોય ત્યાં નિયમન હળવું રાખવામાં આવે છે. પછી IEEE 802.11 Architecture: • BSS (Basic Service Set) - Infrastructure BSS (Access Point + Stations) vs Independent BSS / Ad-Hoc Network • WiFi Direct ના પ્રેક્ટિકલ ઉદાહરણ - Xender, AirDrop, Quick Share (અને Bluetooth મોટી ફાઈલ ટ્રાન્સફર માટે કેમ યોગ્ય નથી) • BSSID અને SSID - વાઈફાઈ સર્ચ કરતાં જે નામ દેખાય છે એ • ESS (Extended Service Set) - એક જ SSID વાળા અનેક Access Point ભેગા થઈને, PoE Switch અને Ethernet થી જોડાઈને, આખા કેમ્પસમાં Seamless Roaming કઈ રીતે આપે ત્યારબાદ Media Access Control - વાયરમાં CSMA/CD (Collision Detection) અને વાયરલેસમાં CSMA/CA (Collision Avoidance) કેમ વાપરવું પડે છે. વાયરલેસ રેડિયો એકસાથે Transmit અને Receive ન કરી શકતું હોવાથી Collision ડિટેક્ટ જ ન થઈ શકે, એટલે Listen → Random Backoff → Transmit → Acknowledgement વાળી પદ્ધતિ વપરાય છે. બે શિક્ષક એકસાથે ભણાવે તો વિદ્યાર્થીને કંઈ ન સંભળાય એ ઉદાહરણ સાથે Collision સમજાવ્યું છે. છેલ્લે WiFi Standards નું Evolution: • 802.11b (11 Mbps, 2.4 GHz) → 802.11g અને 802.11a (54 Mbps) • 802.11n = WiFi 4 - 600 Mbps, MIMO (Multiple Input Multiple Output) • 802.11ac = WiFi 5 - 3.5 Gbps, MU-MIMO, Wider Channels • 802.11ax = WiFi 6 - 9.6 Gbps, OFDMA, BSS Colouring • WiFi 7 - 46 Gbps, 320 MHz ચેનલ, Multi-Link Operation સાથે Mbps (નાનો b = Megabits) અને MBps (મોટો B = Megabytes) નો ફરક, અને 2.4 GHz ની લાંબી Range vs 5 GHz ની વધારે સ્પીડ પાછળનું વેવલેન્થ વાળું કારણ - દૂરથી DJ નો ફક્ત Bass કેમ સંભળાય છે એ ઉદાહરણ સાથે. અંતે WiFi Security - WEP (Broken), WPA, WPA2 (AES સાથે, હાલનું સ્ટાન્ડર્ડ) અને WPA3. Homework: RFID રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં વપરાય છે - નેક્સ્ટ લેક્ચરમાં RFID અને NFC. આ વિડિયો GTU Diploma Engineering Semester 5 ના Mobile Communication (DI05011011) લેક્ચર સિરીઝનો ભાગ છે. આ વિડિયો જ્ઞાનગંગા ચેનલ સાથે મળીને બનાવવામાં આવ્યો છે. જ્ઞાનગંગા:    / @જ્ઞાનગંગા