Haiye Himmat Harya | હૈયે હિમ્મત હાર્યા | Rajan Kapra New Gujarati Song | Krishna Song
PaRa Music Gujarati Bhakti
0:00 / 0:00
Haiye Himmat Harya | હૈયે હિમ્મત હાર્યા | Rajan Kapra New Gujarati Song | Krishna Song
2 138 просмотров · 1 день назад
PaRa Music Gujarati Bhakti
232 подписчика
2 138 просмотров · 1 день назад
🙏 “Haiye Himmat Harya” – Rajan Kapra નું નવું ગુજરાતી કૃષ્ણ ભક્તિ ગીત 🎶💙
શ્રીકૃષ્ણની ભક્તિ, શ્રદ્ધા અને લાગણીથી ભરેલું આ સુંદર ગીત સાંભળો અને કાન્હાની ભક્તિમાં લીન થઈ જાઓ. 🦚🙏✨
નવા અને ભક્તિમય ગુજરાતી ભજનો માટે @PaRaMusicGujaratiBhakti ને Subscribe કરો 🙏🎶🌺
Credits:
Singer: Rajan Kapra
Music: Bechar Thakor
Lyricist: Maulik Desai
Lyrics:
હૈયે જેદી હિંમત હાર્યા
તેદી તે અમને તાર્યા
માણસો એ મેણાં માર્યા
તેદી આવીને ઉગાર્યા
તું બન્યો ઠાકર બેલી આ દુનિયા થઈ ઘેલી
નકે દેખાતી નતી સફળતા આટલી સેલી
દુનિયા એ ખોટા પાડ્યા
અમને ઠાકરે જીતાડ્યા
હૈયે જેદી હિંમત હાર્યા
તેદી તે અમને તાર્યા
માંડ માંડ જીવતા જીવન નતી પૈની પેદાશ
એદી ઉંબરે ઓટો માર્યો નાથે લઈને નવરાશ
મારું પીઠબળ બની કર્યા અજવાળા ને ઉજાસ
એ દાડથી આજની ઘડી જીવન બની જ્યું જક્કાસ
તારા ટેકા તાકાતવાળા અમે કિસ્મતવાળા
સુખ સમૃદ્ધિ મળી દુખે ભર્યા રે ઉછાળા
મેં તો તમને ધણી ધાર્યા
તમે અંતર મારા ઠાર્યા
હૈયે જેદી હિંમત હાર્યા
તેદી તે અમને તાર્યા
કોય કિંમત નતી મારી હતું હાવખે અંધારું
ઠાકરે આલ્યો ઠાઠ જીવન મોંઘું થયું મારું
ભીડ પડ્યે બને ભાઈબંધ સંકટે બને સાથી
ઠાકર તારું નોમ નઈ ભૂલાય રે મારાથી
જગતપતિ જગદીશ શરણે નમાયા શીશ
તારી દયાથી દાડા સુધર્યા મારા દ્વારકાધીશ
દુઃખે જેદી ઢોલિયા ઢાળ્યા
તેદી તે લમણા વાળ્યા
હૈયે જેદી હિંમત હાર્યા
તેદી તે અમને તાર્યા
#haiyehimmatharya
#rajankapra
#paramusicgujaratibhakti
#krishnabhajan
#gujaratidevotionalsongs
#gujaratibhaktisong