દાહોદના લીમખેડામાં 'રામ ભરોસે' ચાલતી આંગણવાડી પકડાઈ: સરપંચની સરપ્રાઇઝ વિઝિટમાં ખુલ્લી પોલ
Abtak Media
0:00 / 0:00
દાહોદના લીમખેડામાં 'રામ ભરોસે' ચાલતી આંગણવાડી પકડાઈ: સરપંચની સરપ્રાઇઝ વિઝિટમાં ખુલ્લી પોલ
63 456 просмотров · 1 мес. назад
Abtak Media
274 тыс. подписчиков
63 456 просмотров · 1 мес. назад
દાહોદના લીમખેડામાં 'રામ ભરોસે' ચાલતી આંગણવાડી પકડાઈ: સરપંચની સરપ્રાઇઝ વિઝિટમાં ખુલ્લી પોલ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામની આંગણવાડીમાં તંત્રની ભારે બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે. ગામના જાગૃત યુવા સરપંચ રાહુલભાઈ કતીજાએ સવારે 11:00 વાગ્યે આંગણવાડીની અચાનક મુલાકાત લેતા કેન્દ્ર પર એક પણ બાળક હાજર નહોતું અને તાળાં જેવી સ્થિતિ જોવા મળી હતી. સુપરવાઇઝર નીતાબેન ડામોરે કાર્યકરની રજાની જાણ ન હોવાનો બચાવ કર્યો હતો, જ્યારે એક કલાક મોડા આવેલા તેડાગરે ગેસ બોટલ ખાલી હોવાનું, પાણી-સ્વચ્છતાનો અભાવ હોવાનું અને રોજ ફોટા અપલોડ ન થતા હોવાનું કબૂલ્યું હતું. ન્યૂઝ ટીમે CDPO ચેતનાબેન દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં તેમણે ફોન રિસીવ ન કરતાં આખરે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લાઈવ ફોટોગ્રાફ્સ મગાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતા આ બેદરકાર કર્મચારીઓ સામે વહીવટી તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
રિપોર્ટર: અભેસિંહ રાવલ
#Dahod #Limkheda #Anganwadi #AnganwadiNews #SurpriseVisit #Sarpanch #GovernmentCenter #Negligence #AdministrativeNegligence #PublicIssue #RuralDevelopment #ChildCare #DahodNews #GujaratNews
Subscribe to Abtak Media Channel for the latest updates on Politics, Sports, Entertainment and related videos..
Click Here to Subscribe our YouTube Channel : / abatakmedia
-----------------------------------------------------------------------------
► Facebook: / abtakmedia
► Twitter: / abtakmedia
► Instagram: / abtakdigital