અમેરિકાની પોલીસે ગુજરાતીને ચોકલેટ આપીને જેલભેગો કર્યો
I am Gujarat
0:00 / 0:00
અમેરિકાની પોલીસે ગુજરાતીને ચોકલેટ આપીને જેલભેગો કર્યો
4 445 просмотров · 3 месяца назад
I am Gujarat
170 тыс. подписчиков
4 445 просмотров · 3 месяца назад
અમેરિકાની પોલીસે ચોકલેટ પકડાવીને ઉલ્લુ બનાવેલો એક ગુજરાતી હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. ગોલ્ડ લેવા જતા ચોકલેટના ચક્કરમાં ફસાયેલો આ શખસ હવે એટલી મોટી મુસીબતમાં આવી ગયો છે કે તેને ઘણી લાંબી જેલની સજા પણ થઈ શકે છે. તેનું નામ પણ ICE પાસે પહોંચી ગયું હોવાથી હવે તે જેલમાંથી બહાર આવતા જ સીધો ઈન્ડિયા ભેગો પણ થવાનો છે. યુગ ચૌહાણ નામનો આ 20 વર્ષનો શખસ આમ તો સાત લાખ ડોલરના સોનાના સિક્કાનું પાર્સલ લેવા માટે ઈલીનોયથી મિશિગનના એક લોકેશન પર પહોંચ્યો હતો, તેને આ પાર્સલ પણ મળી ગયું હતું પરંતુ તેમાં સોનાના સિક્કાને બદલે ચોકલેટ ગોલ્ડ કોઈન ભરેલા હતા. સાત લાખ ડોલરનો માલ ઉઠાવનારા યુગ ચૌહાણને સારું એવું કમિશન પણ મળવાનું હશે પણ શોર્ટ કટમાં કમાણી કરવાની લાલચ તેને જેલ સુધી લઈ ગઈ છે. યુગ હાલ કેન્ટ કાઉન્ટી જેલમાં બંધ છે અને તેના પર એક લાખ ડોલરનો બોન્ડ મૂકવામાં આવ્યો છે. જોકે, બોન્ડ ભરીને પણ તે જેલની બહાર નહીં આવી શકે કારણકે ICEવાળા તેને કસ્ટડીમાં લેવા તૈયાર જ બેઠા છે.