Перейти к содержимому

||કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી-નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

Umrala satsang mandal

0:00 / 0:00

||કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી-નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

1 108 просмотров · 12 дн. назад
Umrala satsang mandal
45,9 тыс. подписчиков
1 108 просмотров · 12 дн. назад
umrala satsang mandal rasilaben savani ........ કીર્તન........ હે કાનુડા ગોવાળ તારી મોરલી એ લલચાણી હે મોરલી એ લલચાણી તારી બોલડિયે બંધાણી... હે કાનુડા ગોવાળ તારી... હે ગોળી લીધી ગાગર લીધી જળ ભરવાએ હું આવી ઈંઢોણી તો ભૂલી ગઈ ને સીંચણિયા એ અટવાણી... હે કાનુડા ગોવાળ તારી... બોઘડાં લીધા નેતરાં લીધા ગાય દોવા હું આવી હે વાછરડા હું ભૂલી ગઈને છોરુંડે અટવાણી... હે કાનુડા ગોવાળ તારી... હે ગોળી લીધી ગોરસ રેડ્યા ઉપર રેડ્યા પાણી હે રવાયો તો ભૂલી ગઈ ને નેટરડે અટવાણી... હે કાનુડા ગોવાળ તારી... હે ચોળી પેહરી ચણીયો પેહરી રાસે રમવા હાલી હે ચૂંદલડી તો ભૂલી ગઈ ને બજારે શરમાની... હે કાનુડા ગોવાળ તારી... હે જાદવ રાયને નોતરું દીધું , રસોઈ કરવા હાલી હે પીરસવાનું ભૂલી ગઈ ને વાતું માં વીટલાની... હે કાનુડા ગોવાળ તારી... કોના તમે બેટડા ને કયું તમારુ ગામ છે કોના તમે જાયા ને શું તમારું નામ છે....... કાનુડા ગોવાળ તારી..... નંદ બાબાનો બેટડો ને ગોકુળ મારું ગામ છે જશોદાનો જાયો ને કૃષ્ણ મારું નામ છે....... કાનુડા ગોવાળ તારી..... કોના તમે દીકરીને કહ્યું તમારું ગામ છે શું તમારું નામ છે ને કોના તમે ગોરી........કાનુડા ગોવાળ તારી...... ભકુભા ની દીકરીને બરસાના ની છોરી રાધા મારું નામ છે ને કાના તારી ગોરી....... કાનુડા ગોવાળ તારી...... માધવ દાસ ના સ્વામી શામળિયા ચરણોમાં રાખો વાલા દેજો વ્રજમાં વાસ રે.... કાનુડા ગોવાળ તારી..... દેજો વ્રજમાં વાસ વાલા ચરણોમાં રાખજો.... કાનુડા ગોવાળ તારી.....