ટ્રમ્પે ફરી અમેરિકન્સને ઉલ્લુ બનાવ્યા?
I am Gujarat
0:00 / 0:00
ટ્રમ્પે ફરી અમેરિકન્સને ઉલ્લુ બનાવ્યા?
5 943 просмотра · 18 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
5 943 просмотра · 18 ч назад
તમે કામ કરો કે ના કરો તે બે નંબરની વાત છે, પણ પબ્લિકની નજરમાં હંમેશા કામ કરતા દેખાતા રહો તે સૌથી મહત્વનું છે. ડોનલ્ડ ટ્રમ્પ પણ આજકાલ મિડટર્મ ઈલેક્શન પહેલા કંઈક આવું જ કરી રહ્યા છે, આ ઈલેક્શનમાં મોંઘવારીના મુદ્દે અમેરિકાની પ્રજા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનથી ખાસ્સી નારાજ છે અને ખાસ તો મોંઘા ગેસ તેમજ ડીઝલને કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. તેમાંય ડીઝલના ભાવ તો રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી જતાં ટ્રમ્પે ડીઝલ સસ્તું કરવા માટે રશિયાથી તેની આયાત કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા રશિયા પાસેથી $4 બિલિયન ડોલરનું ડીઝલ ઈમ્પોર્ટ કરવાનું છે, ટ્રમ્પનો દાવો છે કે તેના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ ઘટશે, પરંતુ નજીકના ભવિષ્યમાં આવું ખરેખર થાય તેવી કદાચ કોઈ જ શક્યતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો મિડટર્મ ઈલેક્શન પૂરું થાય ત્યાં સુધી ડીઝલના ભાવમાં કદાચ કોઈ રાહત નથી મળવાની. ઉલ્ટાનું અમેરિકા પાસેથી આવક પ્રાપ્ત કરી રશિયા યુક્રેન પર વધુ ઘાતક હુમલા કરી શકે છે.