અમેરિકામાં ઈલીગલી રહેતાં ગુજરાતી હવે બેસમેન્ટમાં ગરબા કરતાં થઈ ગયાં
I am Gujarat
0:00 / 0:00
અમેરિકામાં ઈલીગલી રહેતાં ગુજરાતી હવે બેસમેન્ટમાં ગરબા કરતાં થઈ ગયાં
9 332 просмотра · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
9 332 просмотра · 1 день назад
ગુજરાતી દુનિયાના ગમે તે ખૂણામાં જાય તોય ગરબા કરવાનું ના ભૂલે અને તેમાંય અમેરિકામાં તો ગરબાનું એવું આયોજન થાય છે કે તેને જોઈને એવું જ લાગે કે જાણે તમે અમેરિકામાં નહીં પણ ઈન્ડિયામાં જ છો. અત્યારસુધી અમેરિકામાં લીગલી કે પછી ઈલીગલી રહેતા તમામ ગુજરાતીઓ ઠેક-ઠેકાણે યોજાતી ગરબા ઈવેન્ટ્સમાં જઈને મજા કરતા હતા પરંતુ 2026માં સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી ડિપોર્ટેશનના ડરને લીધે અમુક અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ હવે ગરબા ઈવેન્ટ્સમાં જવાનું રિક્સ લેવા તૈયાર નથી. ખાસ તો જેમણે અસાયલમના કેસમાં કોર્ટમાં હાજર રહેવાનું તેમજ ICEમાં હાજરી પૂરાવવાનું બંધ કરી દીધું છે તેવા લોકો ગરબા ઈવેન્ટમાં જઈ સામે ચાલી મુસીબતને નોતરું આપવા નથી માગતા. જોકે, તેમ છતાંય ગરબાનો શોખ પૂરો કરવા માટે હવે બે-ચાર ગુજરાતી ફેમિલી ભેગા થઈને મકાનના બેસમેન્ટમાં જ નવરાત્રીનું સેલિબ્રેશન કરી રહ્યા છે.