ભજીયા ને પીઝા ભેગા થય ગયા 😅😂 | kaka dikro
Kaka Dikro
0:00 / 0:00
ભજીયા ને પીઝા ભેગા થય ગયા 😅😂 | kaka dikro
11 608 просмотров · 3 ч назад
Kaka Dikro
184 тыс. подписчиков
11 608 просмотров · 3 ч назад
આ વિડિયોની શરૂઆત થાય છે શૂટિંગ માટે નીકળવાની તૈયારીથી, પણ ખેડૂતને ત્યાં પહોંચ્યા ત્યારે જમવાનો સમય થઈ ગયો. એટલે પહેલાં વાડીએ ભજીયાનો નાનો પ્રોગ્રામ બનાવવાનું નક્કી કર્યું. ભજીયા બનાવવા માટેનો બધો સામાન વાડીએ હતો અને પછી બંને કાકા સાથે હસીમજાક કરતાં કરતાં ભજીયા બનાવ્યા અને ખાવાની મજા માણી. ગામડાના જીવનમાં કામની સાથે આવી નાની નાની ખુશીઓ અને મિત્રો સાથે વિતાવેલી પળોનો આનંદ જ કંઈક અલગ હોય છે.
ભજીયાનો પ્રોગ્રામ પૂરો થયા પછી અમે ફરી શૂટિંગ શરૂ કર્યું. ટ્રેક્ટરમાં ગીતો વગાડી શકાય એ માટે સ્પીકર બનાવવા વાનું કામ કરે છે ભાઈ, ત્યાર પછી અમે અમદાવાદ જવા નીકળ્યા. રસ્તામાં આજુબાજુનાં ખેતરો અને ખેતીનાં દૃશ્યો જોતાં જોતાં આગળ વધ્યા. રસ્તામાં એક ખેડૂત ઓટોમેટિક મશીનથી મગફળી કાઢતા હતા, એટલે ત્યાં રોકાઈને મગફળી કાઢવાની આ રીત પણ જોઈ. ખેતીવાડીમાં મશીનથી થતાં કામને નજીકથી જોવાનો સારો અનુભવ રહ્યો.
ત્યાર પછી અમદાવાદ પહોંચીને બંને કાકા સાથે પિઝા ખાવા ગયા. પિઝા ખાતી વખતે પણ બંને કાકાની મસ્તી અને હસીમજાક ચાલુ જ રહી, એટલે આખો પ્રોગ્રામ ખૂબ મજેદાર બન્યો. વાડીએ ભજીયાની મજા, ટ્રેક્ટરના સ્પીકરની તૈયારી, રસ્તામાં ખેતરોની મુલાકાત, ઓટોમેટિક મશીનથી મગફળી કાઢતા જોવાનો અનુભવ અને અમદાવાદમાં પિઝાની મોજ—આમ આજનો દિવસ મસ્ત રીતે પસાર થયો. આવા વિડિયો જોવા અમારી સાથે બન્યા રહો.