અમદાવાદમાં ચિલ્લરના નામે લાખોની છેતરપિંડી કરનાર 33 વર્ષીય આરોપીને રામોલ પોલીસે ઝડપી પાડ્યો
Janta No Sandesh Gujarati News
0:00 / 0:00
અમદાવાદમાં ચિલ્લરના નામે લાખોની છેતરપિંડી કરનાર 33 વર્ષીય આરોપીને રામોલ પોલીસે ઝડપી પાડ્યો
256 просмотров · 10 дн. назад
Janta No Sandesh Gujarati News
107 подписчиков
256 просмотров · 10 дн. назад
અમદાવાદમાં ચિલ્લરના નામે લાખોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે!
રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને દુકાનદારોને પાંચ અને દસ રૂપિયાના સિક્કાનું ચિલ્લર લાવી આપવાની લાલચ આપી મોટી રકમ પડાવીને ફરાર થઈ જનાર આરોપીને રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે.
રામોલ-વસ્ત્રાલના તનમન ચાર રસ્તા પાસેથી પોલીસે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવર ગામના 33 વર્ષીય વાલાભાઈ ઉર્ફે વિરાજ જયમલભાઈ રબારીને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ છેલ્લા બે વર્ષથી અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે.
આરોપીએ નિકોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વેપારીઓ પાસેથી મોટી રકમ મેળવી હતી. જેમાં 50 હજાર, 20 હજાર, 16 હજાર અને એક-એક લાખ રૂપિયા જેવી રકમો સામેલ છે
#રામોલપોલીસ #અમદાવાદપોલીસ #અમદાવાદ #ચિલ્લરકૌભાંડ #છેતરપિંડી #ચિલ્લરનાનામેછેતરપિંડી #પોલીસકાર્યवाही #આરોપીપકડાયો #બ્રેકિંગન્યૂઝ #ગુજરાતન્યૂઝ #અમદાવાદન્યૂઝ #ક્રાઈમન્યૂઝ #CrimeNews #AhmedabadNews #RamolPolice #GujaratNews #BreakingNews #PoliceAction #FraudCase