Перейти к содержимому

ઉત્તર ગુજરાતનો ટોપીબાજ એજન્ટ કેનેડા ભેગો થઈ જવાની ફિરાકમાં

I am Gujarat

0:00 / 0:00

ઉત્તર ગુજરાતનો ટોપીબાજ એજન્ટ કેનેડા ભેગો થઈ જવાની ફિરાકમાં

8 568 просмотров · 4 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
8 568 просмотров · 4 дн. назад
જાતભાતના કોઠાકબાડા કરીને અમુક લોકોને અમેરિકા મોકલનારો ઉત્તર ગુજરાતનો એક ટોપીબાજ એજન્ટ હવે કેનેડાભેગો થઈ જવાની ફિરાકમાં છે. સૂત્રોનું માનીએ તો અનેક લોકોની પ્રોફાઈલની પથારી ફેરવી ચૂકેલો આ ડફોળ એજન્ટ છેલ્લા ત્રણેક વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ ચૂક્યો છે, પરંતુ પૈસા કમાવવાની લાલચમાં તેણે સેંકડો લોકોના અમેરિકા અને કેનેડા જવાના સપનાં પર પાણી ફેરવી નાખ્યું છે. વહેલા નહીં તો મોડા પોતાનો ભાંડો ફુટવાનો જ છે તેવો અણસાર આવી જતાં આ એજન્ટે પહેલાથી જ ઈન્ડિયાથી રવાના થવાની તમામ ગોઠવણ કરી રાખી હતી, હાલ તે પોતાના કહેવાતા ધંધા સમેટી રહ્યો છે અને તેણે નવા કામ લેવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું છે. 2025 પહેલા લોકોમાં અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ હતો ત્યારે આ ટોપીબાજે મહેસાણા જિલ્લાના ત્રણેક ટાઉનમાં પોતાની ઓફિસ ખોલી નાખી હતી પરંતુ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ તેના પાટિયા પડી ગયા હતા. સૂત્રોનું માનીએ તો બેનંબરી ધંધામાં મંદી આવતા માર્કેટમાં પોતાની હાજરી બતાવવા માટે તેણે એક ટાઉનમાં મિલ્કશેકની દુકાન પણ ચાલુ કરી હતી અને હવે કેનેડા જતા પહેલા તેણે પોતાનો આ ધંધો પણ વેચી માર્યો છે.