પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
0:00 / 0:00
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
50 380 просмотров · 2 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
50 380 просмотров · 2 года назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન __________________
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે
કેવા કેવા કલંક ચડાવ્યા
સીતાજી ને વનમાં વળાવિયા
પ્રભુ તમે કાંઇ નો કર્યો વિચાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.......
ક્યાં અપરાધે વાલીને માર્યો
વિભિક્ષણ નો વાંક વિચાર્યો
વાવ્યું વેર વાતુ દરબાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
દુર્યોધન અર્જુન ની સંગે
તેડવા આવ્યા તમે ઉમંગે
પ્રભુ તમે કેવા છો પક્ષપાત મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
અભિમન્યુ ના મામા થય ને
મારી નખાવયો માથે રહીને
પ્રભુ તમે કેવા છો કિરતાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
પુરુષોત્તમ કહે સમય પાકયો
વાટ જોઈ ને હરિ હું થાક્યો
આવો સૃષ્ટિ નો સર્જન હાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે