Перейти к содержимому

કીર્તન લખેલ🌹ઓઢી રે ઓઢી શ્યામ તારી ચુંદડી🌹VASANBEN SHINGALA🌹

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

કીર્તન લખેલ🌹ઓઢી રે ઓઢી શ્યામ તારી ચુંદડી🌹VASANBEN SHINGALA🌹

629 просмотров · 13 дней назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,6 тыс. подписчиков
629 просмотров · 13 дней назад
ઓઢી રે ઓઢી શ્યામ તારી ચુંદડી ચુંદડી નો પાકો છે રંગ..શામળાએ ઓઢાડી ચુંદડી ચારે છેડે ચાર દેવોના નામ છે આજુબાજુ મા એમાં ચોખલિયાળી ભાત છે વચ્ચે છે ૧૪ બ્રહ્માંડ...શામળાએ ઓઢાડી ચુંદડી ચુંદડી ઓઢીને હું તો જમુના પાણી હાલી મારી સૈયર મને પુછવા ને લાગી તેને ગોપી ચુંદડી ના મુલ.. શામળાએ ઓઢાડી ચુંદડી નથી મેતો ચોરી નથી મેતો મૂલવી નથી મારા મૈયરીયા એ મોકલી ચુંદડીમાં કાનુડાના નામ..શામળાએ ઓઢાડી ચુંદડી ચુંદડી ઓઢીને હું તો મહીં વેચવા હાલી મારગડે મળ્યો મને નંદજીનો લાલો કરે મારા રૂપના વખાણ.. શામળાએ ઓઢાડી ચુંદડી ચુંદડી ઓઢીને હું તો વનરાવન હાલી મનમાં ઉમંગ મારા દીલમાં ઉમંગ છે રાસ રમવા ના મારે કોડ..શામળાએ ઓઢાડી ચુંદડી શરદપુનમ ની રઢીયાળી રાતડી ચાંદલિયો ચડયો આકાશ..શામળાએ ઓઢાડી ચુંદડી રાસ જમ્યો ને રૂડી રમઝટ જામી સામે આવી ને મારી ચુંદડી રે તાણી રાધાએ જાલ્યો મારો હાથ..શામળાએ ઓઢાડી ચુંદડી કોની છે ચુંદડી ને કયાંથી લાવી ઓઢણી એમાં મારા શ્યામ ના નામ..શામળાએ ઓઢાડી ચુંદડી મારી છે ચુંદડી ને નથી ચોરી ચુંદડી તારો શામળિયો મારા મનનો માનેલ છે એ તો મારા ચિતડા નો ચોર ..શામળાએ ઓઢાડી ચુંદડી કવસુ રાધા તને કહું એક વાતળી મારગડે મળ્યો મને ગોપી નો ઘરવાળો લીધેલા કર્યા મેં તો કામ..શામળાએ ઓઢાડી ઓ ચુંદડી રાધાજી મનાણા ને પ્રભુજી હરખાણા રાધાને શ્યામ બેય રાસ રમવાને આવ્યા એક ગોપી ને એક કાન...શામળાએ ઓઢાડી ઓ ચુંદડી રાસે રમવા ની પ્રભુ આશા અમારી આજે પુરી થાય ..શામળાએ ઓઢાડી ઓ ચુંદડી નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા મીરાં તે બાઈના ગીરધર ગોપાલા ગોપીઓ ના હૈયાના ...શામળાએ ઓઢાડી ચુંદડી