Перейти к содержимому

બે કીર્તન લખેલ🌹અવળી સવળી આંબલીયા ની ડાળ રે ગોકુળમાં હું એકલી🌹VASANBEN SHINGALA🌹

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

બે કીર્તન લખેલ🌹અવળી સવળી આંબલીયા ની ડાળ રે ગોકુળમાં હું એકલી🌹VASANBEN SHINGALA🌹

1 532 просмотра · 2 недели назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,6 тыс. подписчиков
1 532 просмотра · 2 недели назад
નીચે કિર્તન લખેલ છે 🙏 જો વિડીયો ગમ્યો હોય તો લાઈક👆કરો, share 📱 કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં🔔 ઓ મન મોહન ક્યાં ઝૂલી આવ્યા લાલ જો આ મુખડુ મલકતું સુખડા કોને દીધા આજ અમે ગ્યાતા ચંદ્રાવલી ની કુંજ જો આ ચાંદીના. હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા લલિતાજીની કુંજ જો આ સોનાના હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા વિશાખા સખીની કુંજ જો આ ફુલના હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા ચંપકતલા જી ની કુંજ જો આ એલચીના હિંડોળે ઝુલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા રાધાજીની કુંજ જો આ રત્નજડીત ના હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા ચંદ્રભાગાજી ની કુંજ જો આ મોતીના હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા શ્યામાજી ની કુંજ જો આ કાચના હીંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા ભામાજી ની કુંજ જો આ મેવાના હિંડોળે ઝૂલડા ઝૂલી આવ્યા આજ અમે ગ્યાતા કોકિલા ની કુંજ જો આ મનડા ના મનોરથ સર્વે સિધ્ધ કીધા 🌹🌹🌹 અવળી અવળી આંબલીયા ની ડાળ રે ગોકુળમાં હું એકલી આંબા ડાળે કોયલ બોલે બોલે બોલે  કરાયેલો મોર રે ગોકુળમાં હું એકલી એ રે ગોકુળમાં સોનીડો આવે સોનીડો આવે ને કંદોરા લઈ આવે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી    એ રે ગોકુળમાં સુથારી આવે સુથારી આવે રૂડી વાસળી લઈ આવે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી એ રે ગોકુળમાં દરજીડો આવે દરજીડો આવે રૂડા વાઘા લઈ આવે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી એરે ગોકુળમાં મોચીડો આવે મોચીડો આવે ને મોજડી લઈ આવે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી એ રે ગોકુળમાં ગોવાળીયા આવે ગોવાળિયા આવીને માખણ લઈ આવે લાવે મારા કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી એ રે ગોકુળમાં માળીડો આવે માળીડો આવે રૂડા ગજરા લઈ આવે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી ગોકુળ ગામમાં ગોપીઓ રે આવે ગોપીઓ આવે ને રાસ રમાડે રમે રમે કાનુડાને કાજ રે ગોકુળમાં હું એકલી શ્રી યમના મંડળ આવે ને ભજન ગવરાવે ગાવે ગાવે નંદ કુંવરને કાજ‌ રે ગોકુળમાં હું એકલી