ભાદરવી પુનમ - આવો આવો અંબેમાં ભાવથી બોલાવું / કંચનમાં ભજન મંડળ પૂના / Ushaben Solanki / ગુજરાતી ભજન
Kanchanma Mandal
0:00 / 0:00
ભાદરવી પુનમ - આવો આવો અંબેમાં ભાવથી બોલાવું / કંચનમાં ભજન મંડળ પૂના / Ushaben Solanki / ગુજરાતી ભજન
1 417 просмотров · 1 день назад
Kanchanma Mandal
46,9 тыс. подписчиков
1 417 просмотров · 1 день назад
બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને �瑲બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
અમારું લક્ષ્ય એ છે કે આજની તથા આવનારી નવી પેઢી ગુજરાતી ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા સત્યના માર્ગે ચાલે અને શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યે ભાવ અને ભક્તિ વધે.🙏
અમે ભજન અને કીર્તન દ્વારા આ દિવ્ય સંદેશ ફેલાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ — કારણ કે સંતો અને મહાત્માઓએ જણાવ્યુ છે કે નવધા ભક્તિમાં ભજન–કીર્તન એક અતિ મહત્વપૂર્ણ અંગ છે 🌸
..... ભજન ના શબ્દો .....
રાગ... રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી
આવો આવો અંબેમાં ભાવથી બોલાવું
આવો આવો અંબેમાં પ્રેમ બોલાવું
ભાવથી બોલાવું માડી ભાવથી બોલાવું
આવો આવો.....હો... આવો આવો અંબેમાં
તોરણ બંધાવ્યા ને સાથીયા પુરાવ્યા
વિવિધ જાતના ફૂલડે વધાવું .... આવો આવો.....હો... આવો આવો અંબેમાં
આંગણિયે અવસર આવ્યો મારી માવડી
રંગોળી પુરાવું ને અત્તર છંટાવું ... આવો આવો.....હો... આવો આવો અંબેમાં
ભાવ અને ભક્તિ સાથે આરતી ઉતારું
ગુગળ નો ધૂપ કરી દીવડા પ્રગટાવું ... આવો આવો.....હો... આવો આવો અંબેમાં
ભાદરવી પુનમનો દિવસ રઢિયામણો
માડી તારો પ્રકટ દિવસ ઉજવાય છે ... આવો આવો.....હો... આવો આવો અંબેમાં
કંચન મંડળ માડી આવ્યો તારે દ્વારે
મંડળનું જીવન ધન્ય બનાવજો ... આવો આવો.....હો... આવો આવો અંબેમાં
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak