પ્રેમની દોરીએ બંધાણો મારો શ્યામળો રે ✨ કીર્તન નીચે લખેલ છે 👇 || NAYNA DOBARIYA || સબસ્ક્રાઇબ કરજો
Nayna Dobariya
0:00 / 0:00
પ્રેમની દોરીએ બંધાણો મારો શ્યામળો રે ✨ કીર્તન નીચે લખેલ છે 👇 || NAYNA DOBARIYA || સબસ્ક્રાઇબ કરજો
1 953 просмотра · 1 дн. назад
Nayna Dobariya
5,98 тыс. подписчиков
1 953 просмотра · 1 дн. назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો:
👍 like કરો
💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો
🔔 Channel ને subscribe કરો
📤 તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો
કીર્તન નીચે લખેલું છે
પ્રેમની દોરીએ બંધાણો મારો શ્યામળો રે
છૂટવા જાય તો અટવાઈ જાય આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
જલ ભરવા જાવ તો વાલો મને સાંભરે રે
તારા વિના સૂના છે જમનાજી ના ઘાટ આવું નહોતુ જાણ્યુ રે ઘનશ્યામ જી રે
મહિલા વલોવુ તો વાલો મને સાંભરે
તારા વિના સૂના છે માખણ ના માટ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
ગાય દોવા જાવ તો વાલો મને સાંભરે રે
તારા વિના સૂના છે ગાવડીના દૂધ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
મહિ વેચવા જાવ તો વાલો મને સાંભરે રે
તારા વિના સૂની છે મથુરા ની વાટ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
રસોઈ કરવા જાવ તો વાલો મને સાંભરે રે
તારા વિના નથી આવતા ભોજનમાં સ્વાદ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
યમુના પાન કરું તો વાલો મને સાંભરે રે
તારા વિના સૂના છે કદમ ના ઝાડ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
વનરાવનમાં જાવ તો વાલો મને સાંભરે રે
તારા વિના કોણ રમાડે અમને રાસ આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
પ્રેમની દોરીએ બંધાણો મારો શ્યામળો રેએ
છુટવા જાય તો અટવાઈ જાય આવું નહોતું જાણ્યું રે ઘનશ્યામ જી રે
જય શ્રી કૃષ્ણ 🙏 🙏 🙏 રાધે રાધે 🙏 🙏 🙏