Перейти к содержимому

અમેરિકામાં રહેતું ગુજરાતી કપલ વિચિત્ર સંજોગોમાં વિખૂટું પડ્યું

I am Gujarat

0:00 / 0:00

અમેરિકામાં રહેતું ગુજરાતી કપલ વિચિત્ર સંજોગોમાં વિખૂટું પડ્યું

12 937 просмотров · 1 день назад
I am Gujarat
169 тыс. подписчиков
12 937 просмотров · 1 день назад
અમેરિકામાં પોતાનો બિઝનેસ ચલાવતું એક ગુજરાતી કપલ વિચિત્ર કહી શકાય તેવા સંજોગોમાં એકબીજાથી વિખૂટું પડી ગયું છે. કેનેડાની સિટીઝનશિપ ધરાવતા કૃણાલ પટેલ અને તેજલ પટેલ 2020માં અમેરિકા મૂવ થયા હતાં જ્યાં તેમણે ટેનેસીના સ્નીડવીલમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ફેબ્રુઆરી 2023માં આ કપલને કેનેડિયન સિટીઝન હોવાના કારણે E-2 વિઝા મળ્યા હતા. જોકે, માર્ચ 2026માં તેમને ઈમેલમાં એક નોટિસ મોકલી તેમના વિઝા રદ થયા હોવાની જાણ કરાઈ હતી. આ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેમના વિશે જે નવી માહિતી મળી છે તે અનુસાર તેઓ અમેરિકામાં પોતાનો સ્ટે યથાવત રાખી શકે તેમ નથી. તેમાં એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો હતો કે E-2 વિઝા ઈશ્યૂ થયા બાદ તેમના વેટિંગ દરમિયાન એવી વિગતો સામે આવી છે કે જે તેમને અમેરિકામાં એન્ટ્રી મેળવવા માટે કે પછી તેમના હાલના વિઝા યથાવત રાખવા માટે તેમને ઈનએલિજિબલ બનાવે છે.