Перейти к содержимому

ટેનેસીમાં કેશનું ‘પડીકું’ લેવા ગયેલા શિકાગોના યોગેશ પટેલની ધરપકડ

I am Gujarat

0:00 / 0:00

ટેનેસીમાં કેશનું ‘પડીકું’ લેવા ગયેલા શિકાગોના યોગેશ પટેલની ધરપકડ

10 781 просмотр · 22 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
10 781 просмотр · 22 ч назад
શિકાગોથી કેશ ભરેલું પાર્સલ લેવા માટે ટેનેસી ગયેલા યોગેશ પટેલ નામના એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ટેનેસીના ક્લાર્કસવીલ પોલીસ ડિપાર્ટમેન્ટની મંગળવારના રોજ ઈશ્યૂ કરાયેલી પ્રેસ રિલિઝમાં જણાવ્યા અનુસાર આરોપી યોગેશ પટેલ જે કૌભાંડ સાથે જોડાયેલો હોવાની આશંકા છે તે આઠ સ્ટેટ્સમાં ફેલાયેલું છે અને તેનો કુલ આંકડો આઠ મિલિયન ડોલર જેટલો થાય છે. આરોપીએ એકથી વધુ સ્ટેટ્સમાં સ્કેમ કર્યું હોવાના આક્ષેપને કારણે તેના માટે બોન્ડ પર છૂટવું પણ મુશ્કેલ બની શકે છે. યોગેશને જે સિનિયર સિટીઝન વિક્ટિમ પાસેથી પાર્સલ કલેક્ટ કરવાનું હતું તેમને સ્કેમર્સ દ્વારા ફસાવવામાં આવી રહ્યા હોવાની માહિતી પોલીસ પાસે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ પહોંચી ગઈ હતી. આ સ્કેમનો ભોગ બનનારા સિનિયર સિટીઝનને સ્કેમર્સે પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપીને તેમને બેંકમાં જમા રહેલા પૈસા વિડ્રો કરી લેવા માટે સૂચના આપી હતી.