મથુરામાં વાગે ઘૂઘરા રે દ્વારિકામાં વાગે ઢોલ | કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ નંદોત્સવ કીર્તન | Nandotsav
Bhavna patel official
0:00 / 0:00
મથુરામાં વાગે ઘૂઘરા રે દ્વારિકામાં વાગે ઢોલ | કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ નંદોત્સવ કીર્તન | Nandotsav
21 460 просмотров · 3 дня назад
Bhavna patel official
59,1 тыс. подписчиков
21 460 просмотров · 3 дня назад
મથુરામાં વાગે ઘૂઘરા રે દ્વારિકામાં વાગે ઢોલ | કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ નંદોત્સવ કીર્તન | Nandotsav Bhajan
જય શ્રી કૃષ્ણ! 🙏
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને નંદોત્સવના પાવન પર્વ નિમિત્તે પ્રસ્તુત છે પરંપરાગત અને મનમોહક કીર્તન "મથુરામાં વાગે ઘૂઘરા રે, દ્વારિકામાં વાગે ઢોલ જો". કાનુડાના જન્મ અને બાળલીલાના વધામણાં કરતા આ ભજનને જરૂરથી સાંભળો અને નંદોત્સવના આનંદમાં લીન થઈ જાઓ.
જો તમને આ ભજન ગમે તો વિડીયોને LIKE, SHARE અને ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં!
🎶 ગીતની વિગતો:
સ્વર: [ગીતા બેન ]
]
આયોજન/મંડળ: [રણછોડરાયસત્સંગમંડળ]
કેટેગરી: ગુજરાતી ભક્તિ કીર્તન / નંદોત્સવ
🔔 દરરોજ આવા સુંદર ગુજરાતી ભજન, સત્સંગ કીર્તન અને પ્રભાતિયા સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.
#KrishnaBhajan #Janmashtami #Nandotsav #GujaratiBhajan #MathuramaVageGhughra #KanudaNaBhajan #MahilaMandalBhajan #BhaktiSangeet
કૃષ્ણ કનૈયા લાલ કી જય!
મથુરામાં વાગે ઘૂઘરા રે, દ્વારિકામાં વાગે ઢોલ જો,
ગોકુળમાં વાગે વાંસળી રે, સત્સંગમાં વાગે ઢોલ જો.
સામેની પોળમાં બેસતા રે, રૂડા સોનીડાના હાટ જો
સોનીડો લાવે મુગટ રે, મારા કાનુડાને કાજ જો,
પેરો કાનુડા પાતળા રે, ઊડે અબીલ-ગુલાલ જો.
નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી...
નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી...
મથુરામાં વાગે ઘૂઘરા રે, દ્વારિકામાં વાગે ઢોલ જો,
ગોકુળમાં વાગે વાંસળી રે, સત્સંગમાં વાગે ઢોલ જો.
સામેની પોળમાં બેસતા રે, રૂડા દરજીડાના હાટ જો
દરજીડો લાવે વાઘા રે, મારા કાનુડાને કાજ જો,
પેરો કાનુડા પાતળા રે, ઊડે અબીલ-ગુલાલ જો.
બોલો મારી બહેનો... કૃષ્ણ કનૈયા...
બોલો મારી બહેનો... કૃષ્ણ કનૈયા...
મથુરામાં વાગે ઘૂઘરા રે, દ્વારિકામાં વાગે ઢોલ જો,
ગોકુળમાં વાગે વાંસળી રે, મારા કાનુડાને કાજ જો.
સામેની પોળમાં બેસતા રે, રૂડા માળીડાના હાટ જો
માળીડો લાવે હારલા રે, મારા કાનુડાને કાજ જો.
એક ગ્લાસ, બે ગ્લાસ... કાનુડો છે ફર્સ્ટ ક્લાસ!
એક ગ્લાસ, બે ગ્લાસ... કાનુડો છે ફર્સ્ટ ક્લાસ!
સામેની પોળમાં બેસતા રે, રૂડા મણિયારાના હાટ જો,
મણિયારો લાવે પાઘડી રે, મારા કાનુડાને કાજ જો,
પેરો કાનુડા પાતળા રે, ઊડે અબીલ-ગુલાલ જો.
એક ફૂલ, બે ફૂલ... કાનુડો છે બ્યુટીફુલ!
એક ફૂલ, બે ફૂલ... કાનુડો છે બ્યુટીફુલ!
ડાકોરમાં વાગે ઘૂઘરા રે, મથુરામાં વાગે ઢોલ જો,
દ્વારિકામાં વાગે વાંસળી રે, મારા કાનુડાને કાજ જો.
ગોપીઓ લાવે રમકડાં રે, મારા કાનુડાને કાજ જો,
રમો કાનુડા પાતળા રે, ઊડે અબીલ-ગુલાલ જો.
નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી...
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી...
ડાકોરમાં વાગે ઘૂઘરા રે, મથુરામાં વાગે ઢોલ જો,
ગોકુળમાં વાગે વાંસળી રે, સત્સંગમાં વાગે ઢોલ જો.
ગોપીઓ માખણ લાવતી રે, મારા કાનુડાને કાજ જો,
આરોગો કાનુડા પાતળા રે, ઊડે અબીલ-ગુલાલ જો.
બોલો મારી બહેનો... કૃષ્ણ કનૈયા...
રાધે... રાધે... રાધે... રાધે...
જયઘોષ:
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય!