આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે 💙 | Janmashtami Special Gujarati Bhajan | Krishna Bhajan |
Vipul Kakadiya
0:00 / 0:00
આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે 💙 | Janmashtami Special Gujarati Bhajan | Krishna Bhajan |
10 844 просмотра · 5 дней назад
Vipul Kakadiya
26,3 тыс. подписчиков
10 844 просмотра · 5 дней назад
આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે 💙 | Janmashtami Special Gujarati Bhajan | Krishna Bhajan |
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
💙 આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે... 💙
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના આ પાવન અવસર પર ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગોકુળ આગમન સુધીની દિવ્ય લીલાનું સુંદર વર્ણન કરતું આ હૃદયસ્પર્શી ગુજરાતી ભજન આપ સૌ ભક્તો માટે સમર્પિત છે. 🙏✨
મથુરાની જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે અને વાસુદેવજી તેમને ટોપલીમાં બેસાડી યમુના પાર કરીને ગોકુળ તરફ લઈ જાય છે. મુશળધાર વરસાદ વચ્ચે શેષનાગ પ્રભુની રક્ષા કરે છે અને અંતે નંદબાબા-યશોદાના ગોકુળમાં લાલાનો આગમન થાય છે. 💙
આ ભજનમાં શ્રીકૃષ્ણની આ અદ્ભુત બાળલીલા અને જન્મકથાને ખૂબ જ ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
🎵 ભજન: આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
🙏 વિષય: શ્રીકૃષ્ણ જન્મ / જન્માષ્ટમી / ગોકુળ આગમન
📺 ચેનલ: Vipul Kakadiya
જો તમને આ ભજન ગમે તો ❤️ Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને Vipul Kakadiya ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
💬 કોમેન્ટમાં લખો — "જય શ્રી કૃષ્ણ 💙"
તમારી એક કોમેન્ટ અને એક Share અમને વધુ સુંદર ગુજરાતી ભજનો બનાવવાની પ્રેરણા આપે છે. 🙏
🌸 જય શ્રી કૃષ્ણ | રાધે રાધે 🌸
#શ્રીકૃષ્ણ #જન્માષ્ટમી #ગુજરાતીભજન
આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે, aave che maro valo gokul ma aave che, aave che maro valo, gokul ma aave che, krishna bhajan, gujarati krishna bhajan, gujarati bhajan, janmashtami special bhajan, janmashtami gujarati bhajan, krishna janmashtami, shree krishna bhajan, krishna bhajan gujarati, gokul krishna bhajan, kanha bhajan, kanha ji bhajan, krishna janam bhajan, vasudev krishna, mathura krishna janam, gokul dham, nandlala bhajan, yashoda krishna bhajan, radha krishna bhajan, devotional gujarati bhajan, gujarati devotional songs, gujarati bhakti geet, krishna song, janmashtami song, krishna birth story, krishna bhakti song, vipul kakadiya
ભજન અહીં લખેલું છે 👇👇
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
મથુરાની જેલમાં જનમ ધરીને
સીધા ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
વાસની ટોપલીમાં પોઢયા પ્રભુજી
વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
જીણા તે ઝરમર વરસે મેહુલિયા
શેષનાગ છાયા વધારે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
માતા જમનાજી આવી ભરપૂર માં
વાસુદેવના મનડા મુંજાણા છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
જમણા તે પગ નો અંગૂઠો અડાડ્યો
જમનાજીમાં કેડિયું પાડે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
કુંવરી જનમી જશોદા નથી જાણતા
કૃષ્ણને પડખે પોઢાડે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
કુવરીને લઈને વાસુદેવ પાછા આવ્યા
કાળા ગૃહના ભોગળ દેવાણા રે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
મામા કંસને ખબરુ રે પડી
ઘોડે ચડીને મામા આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
લાવો રે બેની અમારા ભાણેજ ને
બેનીના હાથમાંથી બાળક લઈ લીધા
પથ્થર સાથે અથડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
આકાશ જાતા કુંવરી રે બોલી
તારો વેરી ગોકુળમાં વસ્યો છે મારો વાલો ગોકુળમાં આવે છે
આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
#krishna
#shreekrishna
#janmashtami
#janmashtamispecial
#krishnabhajan
#gujaratibhajan
#gujaratibhakti
#bhajan
#krishnajanam
#gokul
#kanha
#nandlal
#radhakrishna
#bhaktisong
#vipulkakadiya
Thank you for watching
ડુંગરશી કાકડીયા