પ્રેમથી જરા તાળી પાડી રાધે રાધે બોલ
# JAY DWARKADHISH.
0:00 / 0:00
પ્રેમથી જરા તાળી પાડી રાધે રાધે બોલ
803 просмотра · 15 часов назад
# JAY DWARKADHISH.
19 тыс. подписчиков
803 просмотра · 15 часов назад
બોલ રે માનવ બોલ પ્રેમથી જરા તાળી પાડી રાધે રાધે બોલ
પીંજરા માંથી પોપટ હાલીયો પીંજરું જોલા ખાય
મારું મારું કરતા માનવ જીવડોહાલીયોજાય
છોડ રે માનવ છોડ મોહમાયા છોડ પ્રેમથી જરા....
શું લઈને આવ્યા જગમાં શું લઈને જાશું
મુઠ્ઠી વાળીને આવ્યા જગમાં ખાલી હાથે જાશું.....
ધન દોલત ને માલ ખજાના સગા વાલા તારા
આખ ઉગાડી જોને જીવડા કોઈ નથી તારા
છોડ માનવ છોડ મારા મારા છોડ....
ચાર દિવસની જિંદગી તારી પલમાં ચાલી જશે
કંચન જેવી કાયા તારી એક દિન રાખથાશે
જોડ રે મન જોડ સત્સંગમાં મને જોડ.....
ભવસાગરમાં નાવડી તારી હાલક ડોલક થાશે
ભક્તિ વિનાની જિંદગી તારી અધૂરી રહી જાશે
બોલ રે માનવ બોલ હરી હરી બોલ.....
નરસૈયાના નાથ પાસે અંતર તારું ખોલ
હરિ પાસે આવી જરા રાધે રાધે બોલ
આવશે મારો રામ જાલશેતારોહાથ
બે હાથે તાલી પાડી રાધે રાધે બોલ