સીતા નું કરુણ ભજન 😌||👇આપેલ છે || Ram Sita nu bhajan
prakriya voice
0:00 / 0:00
સીતા નું કરુણ ભજન 😌||👇આપેલ છે || Ram Sita nu bhajan
116 866 просмотров · 2 года назад
prakriya voice
33,6 тыс. подписчиков
116 866 просмотров · 2 года назад
સીતા નું કરુણ ભજન 😌||👇આપેલ છે || Ram Sita nu bhajan
જ્યારે સીતાને ગર્ભ વસીયા ત્યારે રામ પૂછે એક વાત જો
સતી સીતા ઓરા આવોને કાલે આપીશ વિદાય જો
લક્ષ્મણ બાંધવ ઓરા આવો ને કરું જતન ની વાત જો
કાળા તે ઘોડલા ને કાળા રથડા કાળા સતીના ચીર જો
પહેલા તે વન મેલી બીજા વન મેલી ત્રીજા વન મેલી આવજો
આયોધ્યાથી રથ હાકિયાને આવ્યા જંગલ મોજાર જો
ફૂલની પથારી સતી એ કીધી બેઠા સીતા માત જો
લક્ષ્મણ દેરી ઓરા આવો ને કરું જતનની વાત જો
રેજો રામની સાથ મા ને કરજો રામના કામ જો
આંસુ ઝરે તો ઝરવાના દેશો રેજો રામની પાંસ જો
સમ ખાય તો ખાવાના દેજો રેજો રામની પાસે જો
ગાય વિના વાછરો ભાંભરે તેમ રામ વિના સીતાનારજો
જળ વિના માછલી તરફડે તેમ રામ વિના સીતા નાર જો
માતા વિનાનું બાળક રુદન કરે તેમ રામ વિના સીતા નાર જો
જ્યારે સીતા ને નવામાંસ થયા ત્યારે પુત્ર જન્મ્યા એક જો
જ્યારે સીતાને બાર માસ થયા ત્યારે જળ ઝીલવા જાય જો
વડ ઠેકે વડ વાંદરી તારા બચ્ચા પડી પડી જાય જો
મારા બચ્ચા મારી ઉરમાં તારો મોભી અઘોરવન એકલો
સતી સીતા દોડિયાને પુત્ર લીધા પાંસ જો
હરતા અને ફરતા અંધરૂસી આવ્યા પારણીયા દીઠા ખાલી જો
સતી સીતા આવશે તો મને દેશે શ્રાપજો
લીલા તેવાસની વાંસળી કાપી રામના નામની અંજલી છાટી
લવ માંથી કુશ થયા થયા લવ ના ભાઈ જો
ભણાવી ગણાવી હોશિયાર કરશું લેવડાવીશું અયોધ્યાના રાજ જો
રામે તે યજ્ઞ માંડી અનેયજ્ઞ પૂરા નવ થાય જો
લક્ષ્મણ બાંધવ ઓરા આવોને કરું હૈયાની વાત જો
લીલા તે ઘોડલા ને લીલા રથડા લીલા સતી ના ચીરજો
લક્ષ્મણ બાંધવ ઓરા આવોને સીતાને રાજ તેડી આવજો
વન થી રથડા હાકિયા ને આવ્યા અયોધ્યાના રાજ જો
હળી મળીને સવ મંગળ ગાય સાસુ મેણલા બોલ્યા
લવ મારા રામના ને કુશ આખા ગામના
ધરતીમાતા જો માર્ગ આપે તો સમાઈ જાવ એકવાર જો
ધરતી માતાએ મારગ આપી અને સમાઈ ગયા સીતા માત જો
લક્ષ્મણ દેરી દોડીયા માતા કાંઈક વચન દેતા જાવ જો
મારા તે ચોટલો નો ડાભ ઉગશે દુનિયા રહેશે પવિત્ર જો
જે કોઈ સીતા નો ચોટલો ગાશે એનો વૈકુંઠમાં વાસ થાય
#prakriyavoice
#સતીસીતાનેગર્ભવસ્યા
#સતીસીતાનુંકરુણભજન
#દ્વારકાધીશજોરદારભજન
#કૃષ્ણમોરારીમારાકૃષ્ણમોરારી
#સ્ત્રીનીવ્યથા
#સ્ત્રીનુંકરુણભજન
#હનુમાનજીભજન
#રામઅનેસીતાનુંભજન
#માગસરમાસસ્પેશિયલ
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#કિર્તન
#ભજન
#ભક્તિદીવડાંગુજરાતી
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan