માંડ મળ્યો મનુષ્ય અવતાર રે | ભક્તિ નો થાય રે અમથી | Gujarati Bhajan | Guru Bhajan | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
માંડ મળ્યો મનુષ્ય અવતાર રે | ભક્તિ નો થાય રે અમથી | Gujarati Bhajan | Guru Bhajan | Hansaben Poriya
5 938 просмотров · 2 дня назад
હંસાબેન પોરિયા
29,9 тыс. подписчиков
5 938 просмотров · 2 дня назад
mand malo manushya avtar re , bhakti no thay re amthi, માંડ મળ્યો મનુષ્ય અવતાર રે , ભક્તિ નો થાય રે અમથી
🙏 માનવ જીવન ખૂબ જ દુર્લભ છે. આ સુંદર ગુજરાતી કીર્તન *"માંડ મળ્યો મનુષ્ય અવતાર રે"* આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો હેતુ ભગવાનની ભક્તિ, સત્સંગ અને સારા કર્મો છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર થઈ જાય છે તેનો સુંદર બોધ આ ભજનમાં આપવામાં આવ્યો છે. સમય રહેતાં હરિભજન અને સત્સંગનો માર્ગ અપનાવીએ તેવી પ્રેરણા આ કીર્તન આપે છે.
❤️ જો આ કીર્તન ગમ્યું હોય તો વિડિયોને Like 👍 કરો, Share 📲 કરો અને વધુ સુંદર ગુજરાતી ભજન-કીર્તન સાંભળવા માટે *Hansaben Poriya* ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
માંડ મળ્યો મનુષ્ય અવતાર રે, mand malyo manushya avatar re, ભક્તિ નો થાય રે અમથી, bhakti no thay re amthi, Gujarati Bhajan, Guru Bhajan, Satsang Bhajan, Santvani, Sadguru Bhajan, Gujarati Kirtan, Gujarati Satsang, Spiritual Gujarati Bhajan, Life Motivational Bhajan, Gujarati Devotional Song, Bhakti Song Gujarati, Latest Gujarati Bhajan, Hansaben Poriya
#GujaratiBhajan #GuruBhajan #Satsang #Santvani #GujaratiKirtan #Sadguru #Bhakti #GujaratiDevotional #BhaktiSong #satsang #hansaben #HansabenPoriya #DevotionalSongs #GujaratiSatsang #Spiritual #Bhajan #Kirtan
━━━━━━━━━━━━━━━━━━━━━━
🎵 Lyrics
માંડ મળ્યો મનુષ્ય અવતાર રે
ભક્તિ નો થાય રે અમથી
મુખથી કાંઈ નો બોલાય રે
સહ્યું નો જાય રે અમથી
અવની ઉપર આવ્યા અવતાર કરીને
નાના હતા ને હરિએ મોટા કર્યા
જુવાની જટપટ જાય રે
ભક્તિ નો થાય રે અમથી
વહુ બનીને આવ્યા સાસુ માંના ઘેર
માતા બનીને મોટા કર્યા વાળને
હંસલો ગોથાં એમાં ખાય રે
ભક્તિ નો થાય રે અમથી
દીકરો વહુ જુલાવ્યા નાના બાળને
દીકરી જમાઈ આવ્યા ભાણેજડા રમાડ્યા
ઓય આમા વળ્યું નહીં કાંઈ રે
ભક્તિ નો થાય રે અમથી
ઘડપણ આવ્યું ને રોગે ઘેરાણા
ખાટ ખૂણામાં મારું મનડું મૂંઝાણું
આવળ બાવળ અટવાઈ રે
ભક્તિ નો થાય રે અમથી
જીભ જાણી ને આંખો વિંધાણી
છેલ્લી ઘડીએ મારી ગીતા વંચાણી
યમરાજા સપને દર્શાય રે
ભક્તિ નો થાય રે અમથી
━━━━━━━━━━━━━━━━━━━━━━
🙏 જય શ્રીકૃષ્ણ 🚩
🙏 જય ગુરુદેવ 🚩
🙏 જય શ્રી રામ 🚩
🙏 હરિ ઓમ 🚩
Thank you for watching. ❤️