Перейти к содержимому

બરસાનાથી આવે રે પેલી રાધા રૂપાળી| Barsanathi Aave Re Peli Radha Rupali | New Gujarati Bhajan 2026

BhajanKirtan

0:00 / 0:00

બરસાનાથી આવે રે પેલી રાધા રૂપાળી| Barsanathi Aave Re Peli Radha Rupali | New Gujarati Bhajan 2026

1 318 просмотров · 8 дней назад
BhajanKirtan
14,3 тыс. подписчиков
1 318 просмотров · 8 дней назад
બરસાનાથી આવે રે પેલી રાધા રૂપાળી | Barsanathi Aave Re Peli Radha Rupali | New Gujarati Bhajan 2026 #videos #youtubevideos શ્રી રાધા-કૃષ્ણના પરમ દિવ્ય પ્રેમને સમર્પિત મધુર ગુજરાતી ભજન / ગરબો "બરસાનાથી આવે રે પેલી રાધા રૂપાળી". રાધાજીના અદ્ભુત શૃંગાર અને કાનુડાની વાંસળીના મધુર સૂરનો આ ભક્તિભાવભર્યો આનંદ માણો. ભજનના બોલ (Lyrics): બરસાનાથી આવે રે પેલી રાધા રૂપાળી, રાધા રૂપાળી પેલી રાધા રૂપાળી, લટક મટકતી આવે રે પેલી રાધા રૂપાળી... અણીયાળી આંખમાં કેવા અંજળ, મંદ મંદ હસતી આવે રે પેલી રાધા રૂપાળી... પગમાં ઘુઘરિયાળા ઝાંઝર પેર્યા, રૂમઝૂમ રૂમઝુમ આવે રે પેલી રાધા રૂપાળી... ઘમરિયાળો ઘાઘરો ને ઉપર ઓઢી ઓઢણી, લટક મટકતી આવે રે પેલી રાધા રૂપાળી... માથામાં એણે વેણી ગૂંથી છે, કુમકુમના ચાંદલા વાળી રે પેલી રાધા રૂપાળી... મીઠી મીઠી મોરલી કાના એ વગાડી, મોરલીના સુરે ભાન ભૂલી રે પેલી રાધા રૂપાળી... ભક્તો ના શ્યામ ને રાધા બઉ વ્હાલી, મંડળમાં જાય વારી વારી રે પેલી રાધા રૂપાળી... 🌸 ગીત ગમે તો વિડીયોને Like, Share અને Channel ને Subscribe જરૂર કરજો! જય શ્રી કૃષ્ણ | રાધે રાધે 🌸