મંગલ મૂર્તિ છે ગણપતિ બાપાની🌹(ભજન લખેલું છે)🌹હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે | Ganesh Bhajan
BhajanKirtan
0:00 / 0:00
મંગલ મૂર્તિ છે ગણપતિ બાપાની🌹(ભજન લખેલું છે)🌹હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે | Ganesh Bhajan
1 027 просмотров · 10 дней назад
BhajanKirtan
14,3 тыс. подписчиков
1 027 просмотров · 10 дней назад
મંગલ મૂર્તિ છે ગણપતિ બાપાની🌹(ભજન લખેલું છે)🌹હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે | Ganesh Bhajan
Mangal Murti Chhe Ganpati Bapani
Halo Halo Siddhivinayak Jaiye Re
સિદ્ધિ વિનાયક દર્શન ભજન
🌺 ૐ ગં ગણપતયે નમઃ 🌺
સિદ્ધિ વિનાયક ગણેશજીની આરાધના કરતું ભાવપૂર્ણ ગુજરાતી ભજન "હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે". બાપાના સ્નાન, દિવ્ય શણગાર, ભોગ અને પૂજનના દિવ્ય ભાવને વર્ણવતું આ ભજન સાંભળીને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરો.
🔔 દરરોજ નવા ભક્તિ ગીતો સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ (Subscribe) કરો અને બેલ આઇકન દબાવો.
👍 વિડિયો ગમે તો Like અને Share જરૂર કરજો!
ગીતના બોલ (Bhajan Lyrics):
મંગલ મૂર્તિ છે ગણપતિ બાપાની
ગણપતિ બાપાને દુંદાળા દેવની
બાપાના દર્શને જઈએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
પંચામૃત સાથે ગંગાજળ લઈને
ગંગાજળ સાથે રૂડા જમુના જળ લઈને
બાપાને સ્નાન કરાવીએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
ઘી ને સિંદૂર સાથે દૂર્વાની માળા
અક્ષત કુમકુમ સાથે જાસૂદના ફૂલ
બાપાના પૂજન કરીએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
પીળા પીતાંબર જરકસી જામા
સોનાના મુગટ ને મોતીની માળા
બાપાને શણગાર કરાવીએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
ચૂરમાના લાડુ બુંદીના લાડુ
બેસનના મોદક ને કાજુના મોદક
બાપાને ભોગ ધરાવીએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
ભક્ત મંડળ તમને પ્રેમથી વિનવે
ભક્ત મંડળ તમને રોજ રોજ વિનવે
બાપાના આશિષ લઈએ રે
હાલો હાલો સિદ્ધિ વિનાયક જઈએ રે...
#GaneshBhajan #GujaratiBhajan #Siddhivinayak #GanpatiBapa #BhaktiGeet #GujaratiDevotional #MahaAarti