Перейти к содержимому

ગાલિબ જન્મદિવસની ઉજવણી ॥ ગાલિબની ગઝલોનો ગુજરાતીમાં આસ્વાદ ॥ રઈશ મનીઆર ॥ ગાલિબનામા

RAEESH MANIAR

0:00 / 0:00

ગાલિબ જન્મદિવસની ઉજવણી ॥ ગાલિબની ગઝલોનો ગુજરાતીમાં આસ્વાદ ॥ રઈશ મનીઆર ॥ ગાલિબનામા

6 239 просмотров · 5 л. назад
RAEESH MANIAR
7,73 тыс. подписчиков
6 239 просмотров · 5 л. назад
મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે પ્રયાસોની આ તાલાવેલી ન હોતે! છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક મરણ વિણ સફર રસભરેલી ન હોતે આ મજાનું મુક્તક ગુજરાતી કવિનું મુક્તક છે? મારું છે? જી ના. આ તો ગાલિબના શેરનો માત્ર ભાવાનુવાદ છે. મૂળ શેર આ રહ્યો. हवस को है नशात-ए-कार क्या क्या न हो मरना, तो जीने का मज़ा क्या બીજું એક મુક્તક જુઓ ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી એ ડરે જેમ પાણી જોવાથી એમ કરડી ગયો મને માણસ હું ડરું છું હવે અરીસાથી આ સાવ નવો વિચાર કોઈ આધુનિક ગુજરાતી કવિનો લાગે છે ને? પણ એમ નથી. આ તો ગાલિબનો શેર છે. ફારસી શબ્દોથી ભરેલો મૂળ શેર આ રહ્યો, જેનો આ ભાવાનુવાદ છે पानी से सग-गज़ीदा डरे जिस तरह 'असद' डरता हूँ आइने से कि मर्दुम-गज़ीदा हूँ હવે આ મુક્તક જુઓ આવડે છે એને પૂછવાની કળા ‘કેમ છો’ પૂછે છે ભરચક શહેરમાં હોય કહેવાનું ઘણું પણ થાય કે શું હવે કહીએ બધું જાહેરમાં? આ પણ ગાલિબના જ આ શેરનો ભાવાનુવાદ છે. समझ के करते हैं बाज़ार में वो पुर्सिश-ए-हाल कि ये कहे कि सर-ए-रहगुज़र है क्या कहिए ભાષાના અંતરાય વગર ગાલિબને ગુજરાતીમાં માણવાનો અવસર ભાષાની ભિન્નતા ન રહી દરમિયાનમાં ગાલિબનું અવતરણ થયું મારી જુબાનમાં મિર્ઝા ગાલિબ 223મો જન્મોત્સવ ગાલિબ જીવન અને કવન રઈશ મનીઆર 🎈