श्रीभागवत_गुजराती_4/10-12
Shreevallbhacharya Vidhyapeeth
0:00 / 0:00
श्रीभागवत_गुजराती_4/10-12
291 просмотр · 3 дня назад
Shreevallbhacharya Vidhyapeeth
8,8 тыс. подписчиков
291 просмотр · 3 дня назад
📌 अध्याय-सूची / सारांश
॥ श्रीभागवत_गुजराती_4/10-12 ॥
0:00 મંગળાચરણ
0:58 ચતુર્થ સ્કંધનું નિરૂપણ અને દસમા અધ્યાયનો પરિચય
4:11 અધ્યાય ૧૦, શ્લોક ૧-૨૯ — ધ્રુવ દ્વારા યક્ષોનો વધ
13:02 અધ્યાય ૧૦, શ્લોક ૩૦ — મુનિઓ દ્વારા મંગલ કામના
21:29 અધ્યાય ૧૧ — યક્ષોનો નાશ કરનાર ધ્રુવજીને સ્વયંભૂ મનુએ કરેલો તત્વોપદેશ
41:36 અધ્યાય ૧૧, શ્લોક ૭-૧૪ — મનુનો ધ્રુવને ક્રોધ ત્યાગનો ઉપદેશ
48:21 અધ્યાય ૧૧, શ્લોક ૧૫-૨૩ — ભગવાન સર્વના આત્મા અને કાળરૂપ છે
55:13 અધ્યાય ૧૧, શ્લોક ૨૫-૩૪ — ભગવદ્શરણ, આત્મદૃષ્ટિ અને ક્રોધ ત્યાગ
1:05:39 અધ્યાય ૧૨ — યજ્ઞોથી ભગવાનનું પૂજન કરી ધ્રુવજી વિષ્ણુપદ પામ્યા
1:14:46 અધ્યાય ૧૨, શ્લોક ૮-૧૯ — ધ્રુવનું અવિચળ સ્મરણ અને રાજ્યાભિષેક
▶ 0:00 — મંગળાચરણ
પાઠ: મંગળાચરણ
પ્રતિભાગી વાચન: કોઈ નથી
▶ 0:58 — ચતુર્થ સ્કંધનું નિરૂપણ અને દસમા અધ્યાયનો પરિચય
પાઠ: દસમા અધ્યાયનો પરિચય
પ્રતિભાગી વાચન: ચતુર્થ સ્કંધમાં ચાર પ્રકરણો છે. પ્રથમ પ્રકરણમાં યજ્ઞાત્મક ધર્મ, બીજા પ્રકરણમાં અર્થ, ત્રીજા પ્રકરણમાં કામ અને ચોથા પ્રકરણમાં મોક્ષનું વર્ણન છે. પહેલા પ્રકરણમાં ધર્મનું વર્ણણ જોઈ લીધું છે, જેમાં દક્ષનું વર્ણન આવ્યું. હવે અર્થ પ્રકરણ ચાલે છે, જેમાં આઠમો અને નવમો અધ્યાય જોઈ લીધો છે. આઠમા અધ્યાયમાં ધ્રુવે વનમાં જઈને તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા. નવમા અધ્યાયમાં ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી, વરદાન પ્રાપ્ત કરી પાછા આવી રાજ્ય કર્યું. હવે દસમો અધ્યાય ચાલે છે. દસમા અધ્યાયમાં પોતાના ભાઈને મારનાર યક્ષનો ધ્રુવજીએ નાશ કર્યો, તે કથા કહેવામાં આવશે. આ અધ્યાયમાં ધ્રુવે એકલા જ અલકાપુરીમાં જઈને પોતાના ભાઈને મારનારા યક્ષોનો વધ કરી પરાક્રમ કર્યાની કથા અને રાજ્ય કરવાથી અનેક અનર્થ કરવા પડે છે તેનું નિરૂપણ છે.
વક્તા विवेचन:
*વક્તવ્ય:* ભગવદ્વાર્તાના પારાયણનો પ્રારંભ થઈ રહ્યો છે.
▶ 4:11 — અધ્યાય ૧૦, શ્લોક ૧-૨૯ — ધ્રુવ દ્વારા યક્ષોનો વધ
પાઠ: શ્રીમદ્ભાગવત, ચતુર્થ સ્કંધ, અધ્યાય ૧૦, શ્લોક ૧-૨૯
પ્રતિભાગી વાચન:
*વિવાહ અને પુત્રપ્રાપ્તિ:* મૈત્રેય ઋષિએ કહ્યું કે ધ્રુવજી શિશુકુમાર પ્રજાપતિની પુત્રી ભ્રમીને પરણ્યા હતા. તેમને કલ્પ અને વત્સર નામના બે પુત્ર થયા. ધ્રુવજીની બીજી સ્ત્રી વાયુપુત્રી લીલા હતી, જેનાથી ઉત્કલ નામનો પુત્ર અને એક રત્ન જેવી કન્યા થયા.
*ઉત્તમનું મરણ:* ઉત્તમનો વિવાહ થયો ન હતો ત્યાં એક વખત શિકાર કરતા તેને હિમાલય પર્વતમાં કોઈ બળવાન યક્ષે મારી નાખ્યો. તેની માતા સુરુચિ પણ એની પાછળ સતી થઈ ગઈ.
*ધ્રુવનો ક્રોધ અને યુદ્ધપ્રસ્થાન:* ભાઈનો વધ થયો છે એવું સાંભળી ધ્રુવજીને ક્રોધ, ઉદ્વેગ અને શોક વ્યાપી ઉઠ્યા અને તેઓ વિજયરથમાં બેસીને અલકાપુરી જઈ પહોંચ્યા. ઉત્તર દિશામાં જઈને હિમાલયની ખીણમાં રુદ્રના અનુચરો યક્ષોને રહેવાની અલકાપુરી નગરી તેમણે જોઈ.
*યક્ષો સાથે યુદ્ધ:* ત્યાં ધ્રુવે આકાશ અને દિશાઓને ગજવી મૂકે તેવા શંખનાદ કર્યો. તેનાથી સ્ત્રીઓ ચોંકી ઉઠી અને તેમની આંખો ચકળવકળ થવા લાગી. બળવાન યક્ષોએ નાદને સહન નહિ કરતા નગરીમાંથી બહાર હથિયારો ઉપાડી યુદ્ધ કરવા ઘસી આવ્યા અને ધ્રુવજી ઉપર તૂટી પડ્યા. પ્રચંડ ધનુર્ધર મહારથી ધ્રુવે પ્રત્યેક જણને એક વખતે ત્રણ ત્રણ બાણ માર્યા. કપાળમાં લાગેલા બાણોથી એ બધા યક્ષો પોતાનો પરાજય થયો માની ધ્રુવજીના પરાક્રમના વખાણ કરવા લાગ્યા.
*યક્ષોનો પ્રતિકાર:* જેમ સર્પો પગનો સ્પર્શ સહન ન કરે તેમ ધ્રુવના પરાક્રમને સહન નહિ કરતા અને બદલો લેવાની ઈચ્છાથી એ યક્ષોએ એકદમ ધ્રુવજીને છ બાણથી વીંધી નાખ્યા. એક પછી એક એક લાખ અને ત્રીસ હજાર યક્ષોએ ક્રોધ કરી ધ્રુવના રથ અને સારથી ઉપર ભોગળ, ખડક, પ્રાસ, ત્રિશુળ, ફરસી, સાંગ, વૃષ્ટિ, ભુસંડી અને વિચિત્ર પાંખો વાળા બાણોની ધારી વરસાવી. એ સમયે જેમ વરસાદથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય તેમ ઘણા અસ્ત્રોના વરસાદથી ધ્રુવજી ઢંકાઈને દેખાતા બંધ થઈ ગયા.
*સિદ્ધગણોનો હાહાકાર:* આકાશમાં સિદ્ધગણ જોવા ઉભેલા હતા તેઓ હાહાકાર કરવા લાગ્યા, કે 'આ માનવ સૂર્ય જેવા ધ્રુવ યક્ષરૂપ સમુદ્રમાં ડૂબીને અસ્ત થઈ ગયા.' યુદ્ધમાં પોતાના વિજયની ઘોષણા કરતા યક્ષો ગર્જના કરવા લાગ્યા.
*ધ્રુવનો પુનરુદય:* એટલામાં તો જેમ ઝાકળમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે તેમ બાણોની ઝાળમાંથી તેમનો રથ બહાર નીકળી આવ્યો. દિવ્ય ધનુષ્યનો ટંકાર કરતા અને શત્રુઓને ખેદ આપતા ધ્રુવે આંધી જેમ વાદળાઓને વેરણ છેરણ કરી નાખે તેમ પ્રચંડ બાણોની વર્ષા કરી યક્ષોના અસ્ત્રોના સમૂહને વીખી નાખ્યા. ધ્રુવજીના ધનુષ્યમાંથી નીકળેલા તીક્ષ્ણ બાણ યક્ષોના ઘણા બખ્તરોને તોડી નાખી જેમ વજ્ર પર્વતોમાં પેસે તેમ એમના શરીરમાં ઘુસી ગયા.
*યક્ષોની ગતિ:* મહારાજ ધ્રુવજીના બાણોથી કપાઈ ગયેલ યક્ષોના સુંદર કુંડળ વાળા માથા, સોનેરી તાડ સરખી સાથળ, કંકણથી શોભતા હાથ, હાર, બાજુબંધ, મુકુટ અને ઘણા મૂલ્ય વાળી પાઘડીઓથી પૃથ્વીને ઢાંકી દીધી. એ પૃથ્વી સુર પુરુષોને પ્રિય લાગી એવી રીતે શોભવા લાગી. જે યક્ષો જેમ તેમ કરીને જીતવા રહી ગયા તેઓ તો ધ્રુવજીના બાણોથી અંગ કપાઈ જવાને કારણે જેમ સિંહના પરાક્રમથી હાથીઓ ત્રાસીને નાસી જાય તેમ રણભૂમિમાંથી નાસી છૂટ્યા.
…
•
•
•
Recording date: October 20 2026 06:48:33 AM US/Eastern