(લખેલુ છે)બોળ ચોથ સ્પેશિયલ ભજન 29 August 2026
રાધે ધૂન મંડળ
0:00 / 0:00
(લખેલુ છે)બોળ ચોથ સ્પેશિયલ ભજન 29 August 2026
552 просмотра · 7 дней назад
રાધે ધૂન મંડળ
6,23 тыс. подписчиков
552 просмотра · 7 дней назад
ગાવડી હો ગાવડી હું ગોકુળની ગાવડી
હા રે મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવડી
ખીલેથી છોડી તો ભલે મને છોડી,
હારે મને વેચી નાખવી નહોતી હું ગોકુલની ગાવડી
વેચી નાખી તો ભલે મને વેચી ,
હારે મને મુંબઈમાં વેચવી નહોતી હું ગોકુલની ગાવડી
મુંબઇમાં વેચી તો ભલે વેચી
હા રે મને કસાઇને દેવી નહોતી હું ગોકુલની ગાવડી
કસાઇને દીધી તો ભલે મને દીધી,
હા રે મને કરવતે કાપવી નહોતી હું ગોકુલની ગાવડી
કરવતે કાપી તો ભલે મને કાપી
હા રે મને ત્રાજવે તોળવી નહોતી હું ગોકુલની ગાવડી
ત્રાજવે તોળી તો ભલે મને તોળી
હા રે મને હાંડલામાં બાફવી નહોતી હું ગોકુલની ગાવડી
હાંડલામાં બાફી તો ભલે મને બાફી
હા રે મને ભાણે પીરસવી નહોતી હું ગોકુલની ગાવડી
ભાણે પીરસી તો ભલે મને પીરસી
હા રે મને મોઢામાં મૂકવી નહોતી હું ગોકુલની ગાવડી
મોઢામાં મૂકી તો ભલે મને મૂકી
હા રે મને ચાંદલો કરવો નહોતો હું ગોકુલની ગાવડી
ચાંદલો કર્યો તો ભલે મને કર્યો
હા રે મને પુછડે પૂજવી નહોતી હું ગોકુલની ગાવડી
પૂછડે પૂછી તો ભલે મને પૂજી
હા રે મને માવડી કહેવી નહોતી હું ગોકુલની ગાવડી
નર સાંભળજો નારી સાંભળજો
હા રે આ તો ગાવડીની છે કહાની હું ગોકુલની ગાવડી
ગાવડી હો ગાવડી હું ગોકુળની ગાવડી