Перейти к содержимому

TUSHAR SHUKLA શબ્દોનું શહેર અમદાવાદ PODCAST SERIES કવિશ્રી તુષાર શુક્લ

Amdavad Municipal Corporation Official

0:00 / 0:00

TUSHAR SHUKLA શબ્દોનું શહેર અમદાવાદ PODCAST SERIES કવિશ્રી તુષાર શુક્લ

85 просмотров · 1 день назад
Amdavad Municipal Corporation Official
7,99 тыс. подписчиков
85 просмотров · 1 день назад
“શબ્દોનું શહેર… અમદાવાદ” આ સિરીઝમાં આપણે મળી રહ્યા છીએ એવા સર્જકોને, જેમણે પોતાના શબ્દો અને સર્જનથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. અને આજે આપણી સાથે છે ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય કવિ, લેખક, વક્તા અને સંચાલક...પદ્મશ્રી તુષાર શુક્લ. તુષારભાઈ પાસેથી જાણીશું તેમની સર્જનયાત્રા, અમદાવાદ સાથેનો તેમનો સંબંધ, શબ્દો અને સંગીતની તેમની દુનિયા... જીવનમંત્ર અને ખાસ કરીને અમદાવાદના સાહિત્યિક વારસા વિશે. તેમની સાથેનો સંવાદ શરૂ કરીએ એ પહેલાં... ચાલો, ટૂંકમાં જાણીએ તેમના સર્જનવિશ્વને. કવિ... ગીતકાર... લેખક... વક્તા...ઉદઘોષક... સંચાલક... કોલમિસ્ટ... અને સ્ક્રીપ્ટ રાઇટર...પદ્મશ્રીતુષાર શુક્લએ ગુજરાતી સાહિત્ય અને સુગમ સંગીતના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમની કલમમાંથી નીકળેલા અનેક ગીતો લોકપ્રિય બન્યા અને ગુજરાતના જાણીતા સંગીતકારો તથા ગાયકોએ તેમની રચનાઓને સ્વર આપ્યો. ૪૦ જેટલા પુસ્તકોના સર્જક તુષાર શુક્લ, પ્રેમ, લાગણી અને જીવનની અનુભૂતિને પોતાના શબ્દોમાં વ્યક્ત કરતા સર્જક તરીકે પણ ઓળખાય છે. ઓલ ઈન્ડિયા રેડિયો સાથેની તેમની સફર હોય કે સાહિત્યના મંચ પરનું તેમનું વક્તવ્ય...તેમની રજૂઆતમાં શબ્દો સાથે સંવાદ કરવાની એક આગવી કળા જોવા મળે છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે, ભારત સરકારે તેમને પદ્મશ્રી સન્માનથી નવાજ્યા છે.આજે આપણે તેમની પાસેથી જાણીશું... શબ્દો સાથેની તેમની સફર... અને શબ્દો સાથે જીવતા અમદાવાદની કહાની. વધુ માહિતી માટે:-    • કવિશ્રી તુષાર શુક્લ સાથે સાહિત્યિક સંવાદ/ ...