Перейти к содержимому

(લખેલુ છે)ઝૂલો ઝૂલો ને શિવજી ના બાળ ગજાનન ઝૂલો ને

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

(લખેલુ છે)ઝૂલો ઝૂલો ને શિવજી ના બાળ ગજાનન ઝૂલો ને

6 248 просмотров · 9 дней назад
Gujarati kirtan (NEETA PATEL)
7,07 тыс. подписчиков
6 248 просмотров · 9 дней назад
ઝૂલો ઝુલોને શિવજીના બાળ ગજાનન ઝુલોને તમને ઝુલાવે પાર્વતી માત ગજાનન ઝુલોને લાલ પીળા બાજોઠે બેસાડુ તમને વળી અક્ષતને ચંદન ચડાવું તમને પછી પહેરાવું ફુલડાની માળ... ગજાનન ઝુલોને ઝૂલો ઝુલોને શિવજીના બાળ ગજાનન ઝુલોને તમને ઝુલાવે પાર્વતી માત ગજાનન ઝુલોને લાડુ ચુરમાના તમને બહુ ભાવતા સિદ્ધિને તમે સાથે લાવતા તમે જમોને ઉમીયાના બાળ... ગજાનંદ ઝુલોને ઝૂલો ઝુલોને શિવજીના બાળ ગજાનન ઝુલોને તમને ઝુલાવે પાર્વતી માત ગજાનન ઝુલોને વાહન ઉંદર ઉપર કેવા સોહાય એનો સુખ તણો તો સાગર છલકાય શુભ કાર્યોમાં પ્રથમ પુજાય... ગજાનન ઝુલોને ઝૂલો ઝુલોને શિવજીના બાળ ગજાનન ઝુલોને તમને ઝુલાવે પાર્વતી માત ગજાનન ઝુલોને ભક્ત જનો તો તમને સ્નેહથી વિનવે ગુણ ગાઈએ ને તમને સ્નેહથી વિનવે દર્શન માંગે છે તમારા બાળ... ગજાનન ઝુલોને ઝૂલો ઝુલોને શીવજીના બાળ ગજાનન ઝુલોને તમને ઝુલાવે પાર્વતી માત ગજાનન ઝુલોને