Перейти к содержимому

અવધૂત આવ્યા જલા ને આંગણે- વસંતબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)

Nimavat Vasantben

0:00 / 0:00

અવધૂત આવ્યા જલા ને આંગણે- વસંતબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)

280 096 просмотров · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
280 096 просмотров · 4 года назад
અવધૂત આવ્યા જલા ને આંગણે, ભગવાન આવ્યા ભેખધારી રે અવધૂત આવ્યા...... કરજોડી ને જલો ઉભા રહ્યા, આસન આપ્યા છે તેને બેસવા, કહો પ્રભુ શું કરું મેંમાની રે અવધૂત આવ્યા...... જલા સામે જોઈને જગદીશ બોલિયાં, જાવા દે ને જલા તારી વાત રે અવધૂત આવ્યા...... અમારા બોલેલા વચન નહીં પળે , હું રે માંગુ તો મારા મન ડગે, જલા મારે જોઈએ તારી નાર રે અવધૂત આવ્યા...... વીરબાઈ ને લઈને જલો આવ્યા, વીરબાઈ તો બોલ્યા મીઠા વેણ રે અવધૂત આવ્યા...... સાધુ સ્વરૂપે જગદીશ બોલિયાં, આપી દે ને જલા તારી નારી રે અવધૂત આવ્યા...... કર જોડી ને જલો બોલિયાં, જેવી પ્રભુ આશા તમારી રે અવધૂત આવ્યા...... જલાએ સતીને કર્યા સાબદા, જાવ સતી સાધુ ના સંગાથે રે અવધૂત આવ્યા...... સાધુની પાછળ સતી ચાલીયા, નમન કરે છે જલારામ રે અવધૂત આવ્યા...... સીમાડે જઈને સાધુ ઉભા રહ્યા, જોલી ને ડંડો દીધા હાથ રે અવધૂત આવ્યા...... ધોકા નું ધ્યાન તમે રાખજો, જોળી ની લેજો ને સંભાળ રે અવધૂત આવ્યા...... નમન કરીને સાધુ ચાલીયા, ભગવાન ભાગ્યા ભેખધારી રે અવધૂત આવ્યા...... ધન્ય ધન્ય સતી વીરબાઈ ને, ધન્ય ધન્ય સંત જલારામ રે અવધૂત આવ્યા...... સાધુ ના વેશે જગદીશ આવિયા, સતી રે વીરબાઈ ને તારવા , લાવ્યા છે કાંઈ સામૈયા શણગારી રે અવધૂત આવ્યા...... રિદ્ધિ સિદ્ધિ ઉતારી છે આંગણે, ગંગા જમના પાણીડાં ની હાર રે અવધૂત આવ્યા...... ગુરુના પ્રતાપે ભોજલ બોલિયાં, ધન્ય ધન્ય સતી નો અવતાર રે અવધૂત આવ્યા...... #Vasantben #કીર્તન #Arunaben #અરુણાબેન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #Bhavnagar #ભાવનગર #કીર્તન_મંડળ #મહિલા_મંડળ #મહિલા_કીર્તન_ભજન #સત્સંગ_મંડળ