healthy recipe (હેલ્થી રેસીપી) for kids #healthyrecipes #healthy #Anku’sauthentickichen #recipie
Anku’s authentic kitchen
0:00 / 0:00
healthy recipe (હેલ્થી રેસીપી) for kids #healthyrecipes #healthy #Anku’sauthentickichen #recipie
103 просмотра · 1 месяц назад
Anku’s authentic kitchen
301 подписчик
103 просмотра · 1 месяц назад
🥗 Healthy Chilla
✨
આજે બનાવીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી Healthy Chilla 😋🥗
રવો અથવા ખાટી છાસમાં અડધી કલાક પલાળીને તેમાં મનપસંદ શાકભાજી અને મસાલા ઉમેરીને બનાવેલો આ ચિલ્લો નાસ્તા માટે એકદમ સરસ છે. ❤️
સૌથી સારી વાત એ છે કે તમે તમારી પસંદ પ્રમાણે કોઈપણ વેજિટેબલ એડ કરી શકો છો—ગાજર, ટામેટા, કાંદા, કેપ્સિકમ, કોબી, ધાણા, પનીર, મેથી, પાલક વગેરે. 🥕🫑🥬
⸻
🥣 સામગ્રી
રવો ને ખાટી છાસ
ગાજર
ટામેટા
કાંદા
કેપ્સિકમ
કોબી
લીલા ધાણા
પનીર / મેથી / પાલક — પસંદ મુજબ
સાંભાર મસાલો
આદુ-લસણ
મીઠું સ્વાદ પ્રમાણે
🌿 વઘાર માટે
જીરું ,રાઈ
હિંગ
લીમડાના પાન
થોડું તેલ
⸻
👩🍳 રીત
સૌપ્રથમ રવાને છાસમાં પલાળીને અડધી કલાક માટે રાખી દો.
ત્યારબાદ તેમાં ગાજર, ટામેટા, કાંદા, કેપ્સિકમ, કોબી અને લીલા ધાણા ઉમેરો.
તમારી પસંદ પ્રમાણે પનીર, મેથી, પાલક કે કોઈપણ વેજિટેબલ પણ ઉમેરી શકો છો.
હવે તેમાં સાંભાર મસાલો, આદુ-લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
એક નાના વઘારમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ ,રાઈ અને લીમડાના પાનનો વઘાર કરી આ મિશ્રણમાં ઉમેરી દો.
બધું સરસ રીતે મિક્સ કરી લો અને પછી તવા પર ચિલ્લા પાથરીને બંને બાજુથી સરસ રીતે શેકી લો. 😋
ગરમાગરમ Healthy Chilla ને લીલી ચટણી અને કેચપ સાથે સર્વ કરો. 💚