Перейти к содержимому

ભુલાઈ રહેલા સ્વાદની વાતો”પાકશાસ્ત્રી અરુણા જાડેજા સાથે રસઝરતી મુલાકાત

Navi Savar

0:00 / 0:00

ભુલાઈ રહેલા સ્વાદની વાતો”પાકશાસ્ત્રી અરુણા જાડેજા સાથે રસઝરતી મુલાકાત

27 287 просмотров · 1 дн. назад
Navi Savar
35,7 тыс. подписчиков
27 287 просмотров · 1 дн. назад
આ સંવાદ છે સ્વાદનો. વિશેષ કરીને આપણી ભવ્ય અને વિસરાતી ખાણીપીણીની સંસ્કૃતિના સ્વાદનો. જાણીતાં લેખિકા અને અનુવાદક અરુણા જાડેજા પાકશાસ્ત્રી પણ છે. તેમનું આ વિષયનું પુસ્તક (લ)ખવૈયાગીરી ખૂબ જ વખણાયું છે. આ સંવાદ આપણી વાનગીઓના સ્વાદ અને વૈભવનો છે. અરુણા જાડેજાનાં જન્મ, ઉછેર અને શિક્ષણ સુરતમાં. 1973થી 1981 સુધી સુરતની વાડિયા વીમેન્સ કૉલેજમાં અધ્યાપક તરીકેની ફરજ બજાવી. અખંડ આનંદ, જનકલ્યાણ, નવનીત સમર્પણ જેવાં સત્વશીલ સામયિકોમાં લેખન સાથે તેમની લેખનયાત્રાની શરૂઆત થઈ. આદરથી લોકો તેમને અરુણાબા અને અરુણા તાઈ કહે છે. અરુણાતાઈ સિદ્ધહસ્ત અનુવાદક છે. મરાઠી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાંથી તેમણે ગુજરાતીમાં અનુવાદ કરીને 45થી વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં આપ્યાં છે. વિશેષ તો મરાઠીના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય લેખક પુ. લ. દેશપાંડેના સાહિત્યને ગુજરાતી ભાષામાં લાવીને તેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પુ. લ. દેશપાંડેના ‘પુલકિત’ પુસ્તકને અનુવાદનો કેન્દ્રીય સાહિત્ય અકાદેમી, અખિલ ભારતીય વાગ્મય પરિષદ, વડોદરા તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત 'श्यामची आई' (શ્યામની માતા), ભૂમિ વગેરે એમના જાણીતા અનુવાદો છે. આ ઉપરાંત રસોઈ વિશેના લેખોનો સંગ્રહ ‘લ-ખવૈયાગીરી’, ‘સંસારીનું સુખ સાચું’, ‘નીતિબોધકથાત્મક સંવાદો’ અને ‘સંત એકનાથન’ વગેરે મૌલિક પુસ્તકોનું સર્જન તેમણે કર્યું છે. અમદાવાદની લકુલીશ યોગ યુનિવર્સિટીમાંથી ઉંમરના 68મા વરસે પીએચ.ડી. થયાં અને સેંકડો વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે સેવા આપી હતી. અમદાવાદના અંધજન મંડળ સાથે જોડાઈને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોના શિક્ષક તરીકે માનદ્ સેવા આપી. રસોઈ, બાગકામ, સુશોભન, ભરત-ગૂંથણ વગેરે એમનાં રસ અને શોખનાં ક્ષેત્રો છે. આખી જિંદગી સાઈકલ પણ ચલાવેલી ન હોવા છતાં, 50 વર્ષની ઉંમરે કાર ચલાવતાં અને 55 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખ્યાં. તાઈના રસોઈના શોખે તેમને પાકશાસ્ત્રી તરીકેની પણ ઓળખાણ આપી છે. તેમનાં બનાવેલાં આઈસ્ક્રીમ અને કેક ખૂબ વખણાય છે. એમાં પણ પાનનો આઈસ્ક્રીમ તેમની યુએસપી છે. કોઈ પણ કામ શ્રેષ્ઠતાથી અને પોતાની આગવી રીતે કરવાનાં આગ્રહી તાઈએ ‘નવી સવાર’ યૂટ્યૂબ ચેનલને આપેલી મુલાકાતમાં પોતાના રસોઈના શોખ, અનુભવ અને વાનગીની રેસિપી, વિસરાતી જતી વાનગીઓનો સ્વાદ, પૌષ્ટિકતા વગેરેની રસઝરતી વાતો કરી છે. અવશ્ય. મૂળ લેખનો ભાવ, અરુણા જાડેજાનું વ્યક્તિત્વ અને ખાણીપીણીની સંસ્કૃતિનો સંદર્ભ જળવાઈ રહે તે રીતે અંગ્રેજી અનુવાદ આ રહ્યો: A Conversation About Flavours: Aruna Jadeja and the Rich Legacy of Our Culinary Culture This is a conversation about flavours—more specifically, the flavours of our rich, diverse, and gradually fading culinary heritage. Renowned writer and translator Aruna Jadeja is also an accomplished culinary expert. Her book on food and culinary culture, Lakhavaiyagiri, has been widely appreciated. This conversation celebrates the taste, richness, diversity, and cultural legacy of our traditional cuisine. Aruna Jadeja was born, raised, and educated in Surat. From 1973 to 1981, she served as a lecturer at Wadia Women’s College in Surat. Her literary journey began with contributions to respected Gujarati periodicals such as Akhand Anand, Jankalyan, and Navneet Samarpan. She is affectionately and respectfully known as Arunaba and Aruna Tai. Aruna Tai is an accomplished translator. She has enriched Gujarati literature with more than 45 translated books, bringing works from Marathi, Sanskrit, and English into Gujarati. Most notably, she has made a significant contribution by introducing Gujarati readers to the literature of the celebrated and immensely popular Marathi writer P. L. Deshpande. Her Gujarati translation of P. L. Deshpande’s Pulakit received prestigious honours from the Sahitya Akademi, the Akhil Bharatiya Vangmay Parishad, Vadodara, and the Gujarat Sahitya Akademi. Her other well-known translations include Shyamchi Aai (Shyamni Mata) and Bhumi, among several others. Cooking, gardening, decoration, embroidery, and knitting are among her many interests and hobbies. Her enthusiasm for learning new things throughout life is equally inspiring. Although she had never even ridden a bicycle, she learned to drive a car at the age of 50 and mastered the use of a computer at 55. Her lifelong passion for cooking has also earned her recognition as a culinary expert. The ice creams and cakes she prepares are especially popular, with her signature Paan Ice Cream becoming something of a speciality and her culinary USP. Aruna Tai believes in doing everything with excellence and in her own distinctive way. In this special conversation with the Navi Savar YouTube Channel, she speaks engagingly about her passion for cooking, her experiences in the kitchen, recipes and traditional dishes, the flavours of foods that are gradually disappearing from our tables, their nutritional value, and the rich culinary traditions associated with them. It is, in essence, a delightful journey through the flavours, memories, nutrition, traditions, and cultural richness of our food heritage—told in Aruna Tai’s characteristically warm and engaging style.