Gujarat Rain Alert: Heavy Showers From Saurashtra to South Gujarat | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Gujarat Rain Alert: Heavy Showers From Saurashtra to South Gujarat | TV9Gujarati
4 708 просмотров · 1 день назад
TV9 Gujarati
5 млн подписчиков
4 708 просмотров · 1 день назад
Gujarat Rain Alert: Heavy Showers From Saurashtra to South Gujarat | TV9Gujarati
#GujaratRain #GujaratWeather #RainUpdate #GujaratRainUpdate #Monsoon2026 #MonsoonExit #HeavyRain #HeavyRainfall #MushaldharVarsad #Meghraj #MeghMahar #GujaratMonsoon #TV9Gujarati
ઓગસ્ટ ભલે કોરો રહ્યો હોય, પરંતુ સપ્ટેમ્બરમાં મેઘરાજાએ ખેડૂતોની લાજ રાખી છે.
ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ધરતીપુત્રોના ચહેરા પર રાહત જોવા મળી રહી છે.
ભાવનગરના મહુવામાં માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.
ગાર્ડન રોડ, શાકમાર્કેટ, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમરેલીના બગસરા, બાબરા, લાઠી અને વડીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાક માટે આ વરસાદ જીવનદાન બની શકે છે.
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, જ્યારે મંદિર પર વીજળી પડતાં સામાન્ય નુકસાન થયું છે.
ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે.
સોયાબીન અને મગફળીના પાકને વરસાદથી લાભ થવાની આશા ખેડૂતોમાં વધી છે.
જૂનાગઢમાં માણાવદર, જૂનાગઢ શહેર, કેશોદ અને વિસાવદરમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
રાજકોટના જસદણમાં એક કલાકમાં એક ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
બોટાદના ગઢડા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં બપોર બાદ ભારે વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કતારગામ, પીપલોદ, અઠવા ગેટ અને ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.
અમદાવાદમાં પણ ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
SG Highway, Satellite, Bodakdev, Vastrapur, Prahladnagarથી લઈને Maninagar, Nikol અને Odhav સુધી વરસાદ નોંધાયો છે.
વરસાદથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
વાવ-થરાદના દિયોદર પંથકમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં Low Pressure અને Cyclonic Circulation સક્રિય છે.
આ બે Weather Systemsની અસરથી આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ અને અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની આ જમાવટ ખેડૂતો માટે કેટલી મહત્વની છે અને ક્યાં કેટલો વરસાદ પડ્યો, જુઓ સમગ્ર Rain Update.
Gujarat Weather, Heavy Rainfall, Ahmedabad Rain અને Farmers Reliefની દરેક મહત્વની માહિતી માટે જુઓ TV9 Gujaratiનો ખાસ અહેવાલ.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com