એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા ગણેશા કિર્તન
Ganesha Kirtan
0:00 / 0:00
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા ગણેશા કિર્તન
4 166 просмотров · 1 месяц назад
Ganesha Kirtan
79 тыс. подписчиков
4 166 просмотров · 1 месяц назад
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
ગણપતિ તેડાવજે વાલા રિદ્ધિ સિદ્ધિ સાથે
લાભ શુભને સાથે તેડાવજે .. કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
શિવને તેડાવજે વાલા પાર્વતીની સાથે
પરિવારને સાથે રે તેડાવજે ... કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
સ્વર્ગને પાતાળમાં વાલા કંકોત્રી લખજે
દેવતાને દેવીયું તેડાવજે .. કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
બ્રહ્માએ તેડાવજે વાલા વિષ્ણુને તેડાવજે
નારદમુનિ સાથે તેડાવજે ..કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
રામને તેડાવજે વાલા સીતાને તેડાવજે
હનુમાનજીને સાથે તેડાવજે ...કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
વાસુદેવ તેડાવજે વાલા દેવકીને તેડાવજે
બેની સાભદ્રાને તેડાવજે ... કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
દેશ રે પરદેશમાં વાલા કંકોત્રી લખજે
સંતોને ભગતો તેડાવજે... કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
બરસાના ગામમાં વાલા રાધા કુંવારી
રાધાજીને મળવા વેલો આવજો ... કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
જમુનાજીને તીરે વાલા જોવ હું તારી વાટડી
ગાવડીને પાવા વેલો આવજે .. કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
સવા શેર દહીં ને વાલા સવા શેર માખણ
માખણ ખાવાને વેલો આવજે કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે
સાંજ પડેને વાલા જોવ હું તારી વાટડી
આરતીને ટાણે દર્શન દેજે ..કાનુડા
એકવાર વાલા મારો સત્સંગ દીપાવજે