વાલો મારો કેવો રૂપાળો દેખાય - વસંતબેન( કીર્તન લખેલું નીચે છે)
Nimavat Vasantben
0:00 / 0:00
વાલો મારો કેવો રૂપાળો દેખાય - વસંતબેન( કીર્તન લખેલું નીચે છે)
139 867 просмотров · 8 месяцев назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
139 867 просмотров · 8 месяцев назад
કેવો રૂપાળો દેખાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
જોતા વેત આંખ ઠરી જાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
ગોરા ગોરા ગાલ એના વાંકડિયા વાળ છે
ઘૂટણ ઉપર ચાલતો ને હાથ તાળી દે તો
મૈયા મૈયા કરતો જાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
નાવણ કરાવું ત્યારે ડાયો થઈને બેસતો
જબલા દેખીને રાજી થાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
આંજણ આંજુ ત્યારે રડવા રે બેસતો
તિલક દેખીને રાજી થાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
મુગટ પહેરાવું ત્યારે મલક મલક હસતો
વાંસળી લઈને ભાગી જાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
કુંડળ પહેરાવું ત્યારે હાથ ઢાંકી દેતો
ઝાંઝર જોઈને ઊભો થાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
માખણ બતાવું ત્યારે થૈ થૈ નાચતો
ખોળામાં બેસીને ખાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
ગાયોના ટોળા ને ટગર ટગર જોતો
વાછરડા ભેગો બેસી જાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
ગોપી મંડળમાં આવીને બેસતો
ભજન સાંભળીને રાજી થાય વાલો મારો કેવો રૂપાળો દેખાય
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ