Rumzum Karta Aave Re Dada Ganpati Moriya | રુમઝુમ કરતા આવો રે દાદા ગણપતિ મોરીયા | Gujarati Song |
Ganesh Bhakti Ras
0:00 / 0:00
Rumzum Karta Aave Re Dada Ganpati Moriya | રુમઝુમ કરતા આવો રે દાદા ગણપતિ મોરીયા | Gujarati Song |
70 571 просмотр · 1 год назад
Ganesh Bhakti Ras
63,2 тыс. подписчиков
70 571 просмотр · 1 год назад
@GaneshBhaktiRas-M13
Presenting : Rumzum Karta Aave Re Dada Ganpati Moriya | રુમઝુમ કરતા આવો રે દાદા ગણપતિ મોરીયા | Gujarati Song |
#ganesh #devotional #lyrical
હે રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
ગણપતિ મોરીયા ગણપતિ ગણપતિ મોરિયા
રિધ્ધિ સિધ્ધિને સાથે
રિધ્ધિ સિધ્ધિને સાથે લાવે રે દાદા ગણપતિ મોરીયા
હો ઉંદર મામાની કેવી શોભે સવારી
બંને બાજુએ રિધ્ધિ સિધ્ધિ છે નારી
ચમ્મરથી વાયુ
ચમ્મરથી વાયુ ઢોળાવે રે દાદા ગણપતિ મોરીયા
હો રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
હો માથે મુગટ કાને કુંડળ ધર્યા છે
હો મોતીની માળામાં હીરલા જડયા છે
નયનોથી અમૃત
નયનોથી અમૃત વરસાવે રે દાદા ગણપતિ મોરીયા
હો રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
હો ભાલે ત્રિપુંડ કીધી ચંદનની અરચા
હો દુધે પીને દુનિયાને દેખાડયા પરચા
લાડુ ગણેશજીને
લાડુ ગણેશજીને ભાવે રે દાદા ગણપતિ મોરીયા
હો રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
હો સાંજ સવારે થાતી પૂજાને આરતી
ભક્તો રીઝાવે તમને હૈયાના ભાવથી
આનંદ મંગલ
આનંદ મંગલ થાયે રે દાદા ગણપતિ મોરીયા
હો રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
Audio Song : Rumzum Karta Aave Re Dada Ganpati Moriya
Singer : Saroj Thakor
Music : Jayesh Patel , Nitin Solanki
Lyrics : Traditional
Deity : Ganeshji
Temple : Shidhhi Vinayak Mandir
Festival : Ganesh Chaturthi
Genre : Gujarati Devotional Song
Label : Ganesh Digital