કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને | Krishna Bhajan |Shyam Bhajan| Gujarati Kirtan | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને | Krishna Bhajan |Shyam Bhajan| Gujarati Kirtan | Hansaben Poriya
9 447 просмотров · 6 дней назад
હંસાબેન પોરિયા
27,6 тыс. подписчиков
9 447 просмотров · 6 дней назад
kejo mara dukhdani vatu shamaliya ne ,
kejo mara dukhda ni vatu re,
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને,કેજો મારા દુઃખડાની વાતું રે
🙏 ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ હૃદયસ્પર્શી ગુજરાતી કીર્તન *"કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને"* ભક્તના અંતરના દુઃખ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેના અતૂટ વિશ્વાસને વ્યક્ત કરે છે. જીવનના દરેક દુઃખમાં શામળિયાનો સહારો જ સાચો આધાર છે. આ ભાવસભર ભજનને ભક્તિપૂર્વક સાંભળો અને શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવો.
❤️ જો આ કીર્તન ગમ્યું હોય તો વિડિયોને Like 👍 કરો, Share 📲 કરો અને વધુ સુંદર ગુજરાતી ભજન-કીર્તન સાંભળવા માટે *Hansaben Poriya* ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને, kejo mara dukhdani vatu shamaliyane, Krishna Bhajan, Shyam Bhajan, Gujarati Krishna Bhajan, Gujarati Bhajan, Gujarati Kirtan, Shamaliya Bhajan, Kanudo Bhajan, Dwarkadhish Bhajan, Radha Krishna Bhajan, Narsinh Mehta Bhajan, Gujarati Devotional Song, Bhakti Song Gujarati, Gujarati Satsang, Latest Gujarati Bhajan, Hansaben Poriya
#KrishnaBhajan #ShyamBhajan #gopi #satsang #hansaben #GujaratiBhajan #GujaratiKirtan #ShreeKrishna #Dwarkadhish #Kanudo #RadhaKrishna #BhaktiSong #GujaratiDevotional #NarsinhMehta #HansabenPoriya #Bhajan #Kirtan #DevotionalSongs
━━━━━━━━━━━━━━━━━━━━━━
🎵 Lyrics
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને
કેજો મારા દુઃખડાની વાતું
હવે નથી સહેવાતું શામળીયાને
કેજો મારા દુઃખડાની વાતું રે
રોજ રોજ હું તો મંદિરે જાતી
હવે નથી હલાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
સૂરજના કિરણ જેવી આંખ હતી મારી
હવે નથી દેખાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
દાડમની કળી જેવા દાંત હતા મારે
હવે નથી ચવાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
મોટા તે ઘરમાં મારે વહવારું
એને નથી કાંઈ કહેવાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
ઓસરીના ખૂણામાં ખાટલો ઢળાય છે
એમાં નથી સુવાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
હાથનું રળેલું હાથમાં રખાય છે
હવે નથી મગાતું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
નાથ શામળિયો મંદિરમાં બેઠા
જીવનમાં જીવી જાણું
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
નરસિંહ મેહતાના સ્વામી શામળિયા
રાખજો ચરણમાં વાસ
શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
━━━━━━━━━━━━━━━━━━━━━━
🙏 જય શ્રીકૃષ્ણ 🚩
🙏 જય શામળિયા 🚩
🙏 જય દ્વારકાધીશ 🚩
🙏 રાધે રાધે 🚩
Thank you for watching. ❤️